પશ્ચિમ બંગાળમાં આસનસોલની એક લોકસભા બેઠક અને બંગાળની બાલીગંજની ચાર વિધાનસભા બેઠકો, છત્તીસગઢની ખૈરાગઢ, બિહારની બોચાહન અને મહારાષ્ટ્રના ઉત્તર કોલ્હાપુરની ચાર વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં આસનસોલ લોકસભા સીટ અને બાલીગંજ વિધાનસભા પેટાચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ જીત મેળવી છે.


આસાનસોલ લોકસભા સીટ પરથી ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાએ 3.75 લાખો વોટો સાથે જીત મેળવી લીધી છે. સાથે જ બાલીગંજ વિધાનસભા સીટ પરથી ટીએમસીના ઉમેદવાર બાબુલ સુપ્રિયો પણ જીતી ગયા છે. ટીએમસીની આ શાનદાર જીતથી ખુશ થઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.


જ્યારે છત્તીસગઢની ખૈરાગઢ સીટ પર મત ગણતરીમાં કોંગ્રેસના ઉમેદવાર યશોદા વર્મા 15 હજારથી વધુ મતોથી આગળ છે, જ્યારે ભાજપ તેમની પાછળ છે, જે પછી આ સીટ પર કોંગ્રેસની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.  યશોદા વર્માએ એક નિવેદનમાં કહ્યું, "અમે જીત્યા છીએ. જનતાએ સરકારના કામ પર મહોર મારી છે." તેમણે વધુમાં કહ્યું કે, વિજયની ઘોષણા પછી હું સૌથી પહેલા કાર્યકરો સાથે વાત કરીશ. યશોદાએ એમ પણ કહ્યું કે તેમને મહિલા મતદાતાઓ તરફથી સૌથી વધુ સમર્થન મળ્યું છે.


RJD બોચાહન સીટ જીતી


બિહારની બોચાહન સીટની વાત કરીએ તો અહીં આરજેડીની જીત થઈ છે. આરજેડી ઉમેદવાર અમર પાસવાન આ બેઠક પરથી જીત મેળવી છે.  તેમને 82532 મત મળ્યા છે.   ભાજપની બેબી કુમારીની હાર થઈ છે. આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારને માત્ર 1336 મત મળ્યા છે. જ્યારે 2967 મત નોટામાં પડ્યા હતા. 


મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર વિધાનસભા પેટાચૂંટણીમાં કૉંગ્રેસના જયશ્રી જાધવ જીત તરફ


મહારાષ્ટ્રમાં કોલ્હાપુર ઉત્તર વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં કૉંગ્રેસની જીત નક્કી છે.  કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવે અહીં મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે. તેમને  96492 મત મળ્યા છે.  ભાજપના સત્યજીત કદમને   77645 મત મળ્યા છે.  મતગણતરીના પહેલા રાઉન્ડથી લઈને 26મા રાઉન્ડ સુધી જયશ્રી જાધવ આગળ ચાલી રહ્યા હતા.