મોદી સરકારના બીજા કાર્યકાળને બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સરકારના બે વર્ષ પૂર્ણ થવા પર એબીપી ન્યૂઝ અને સી વોટરે દેશની જનતાનો મૂડ જાણ્યો છે. મોદી સરકાર 2નું આ બીજુ વર્ષ એવા સમયે પૂર્ણ થઈ રહ્યું છે જ્યારે ભારત પર કોરોના મહામારીનો માર પડ્યો છે. 


એબીપી ન્યૂઝ માટે સી વોટરે દેશની જનતાનો મૂડ જાણ્યો છે. લોકોને સવાર પૂછવામાં આવ્યા કે આજે મોદી સરકારના બીજા કાર્યકાળમાં લોકોની સૌથી મોટી નારાજગી શું છે ?


44 ટકા શહેરી અને 40 ટકા ગ્રામીણ લોકોએ કહ્યું કે કોરોના વાયરસ સામે લડવું. જ્યારે 20 ટકા શહેરી લોકો અને 25 ટકા ગ્રામ્ય લોકોએ કહ્યું કૃષિ કાયદા. 9-9 ટકા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ કહ્યું  CAA પર દિલ્હીમાં દંગા. જ્યારે 10 ટકા ગ્રામ્ય અને 7 ટકા શહેરી લોકોએ ભારત-ચીન સીમા વિવાદને બતાવ્યું. 20  ટકા શહેરી અને 17  ટકા ગ્રામ્ય લોકોએ અન્ય મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.


જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે ભારતની આજે સૌથી મોટી મુશ્કેલી શું છે ? 36 ટકા લોકોએ કોરોના બતાવ્યું. 18 ટકા લોકોએ બેરોજગારી, 10 ટકા લોકોએ મોંઘવારી, 7 ટકા લોકોએ ભ્રષ્ટાચાર, પાંચ ટકા લોકોએ ગરીબી અને ચાર ટકા લોકોએ કૃષિને મોટી મુશ્કેલી ગણાવી છે.


નોટ- આ સ્નૈપ પોલ 23થી 27 મે વચ્ચે કરવામાં આવ્યો છે. સર્વેમાં 12 હજાર 70 લોકો સાથે વાતચીત કરવામાં આવી છે. સર્વેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઈનસ 3થી પ્લસ માઈનસ 5 ટકા સુધી છે.