Fact Check:બ્લેક ફંગસને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ અફવાઓ ફેલાતી રહે છે. સરકાર આવી અફવાઓ ટાળવા માટે સમય સમય પર યોગ્ય સલાહ આપતી રહે છે. . આ હોવા છતાં, બનાવટી સમાચારની સાંકળ અટકતી નથી હવે ડુંગળી પરનો કાળો પડ બ્લેક ફંગસ  હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જે એકદમ ખોટું છે.


દેશમાં કોરોનાનો કેર વચ્ચે બ્લેક ફંગસે કોહરામ મચાવ્યો છે.  ઉપરથી નકલી સમાચારો અને અફવાઓની સુનામી આવી છે. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ વિનાના દાવા પોસ્ટ કરતા રહે છે, કેટલાક  લોકો આવા દાવા પર વિશ્વાસ કરે છે અને તેને અનુસરે છે, જે જોખમી છે.  કોઈ પુરાવા વિના સમાચાર પર વિશ્વાસ કરવો તે જીવલેણ પણ ,સાબિત થઇ શકે છે. હાલ સોશિયલ મીડિયા પર બ્લેક ફંગસને લઇને એક દાવોથઇ રહ્યો છે. ડુંગળીની કાળી પરતમાં બ્લેક ફંગસ હોવાનો દાવો થઇ રહ્યો છે. 


હવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં જણાવાયું છે કે બ્લેક ફંગસથી સાવધ રહેવું જોઈએ. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જ્યારે તમે ડુંગળી ખરીદો છો, ત્યાં કાળા રંગનું જો  લેયર હોય તો તે બ્લેક ફંગસ છે. આ જ રીતે  ફ્રીઝની અંદર ડોરના  રબરમાં પણ બ્લેક ફંગસ હોય છે છે. આ બ્લેક ફંગસ  ફ્રીઝમાં રાખવામાં આવતી શાકભાજીમાં પ્રવેશ કરશે અને તમારા શરીરમાં પ્રવેશ કરશે. આ રીતે એ શાક કે ફળ ખાવાથી આપ ફુગ મ્યુકોર્માઇકોસિસના ભોગ બની શકો છો.  


બ્લેક ફંગસ કાળી હોતી જ નથી
ફ્રીઝની અંદરનો કાળો શેવાળ અથવા ડુંગળી પરનો કાળું પડ, બ્લેક ફંગસથી તદન અલગ છે. તેનું બ્લેક ફંગસ સાથે કોઇ જોડાણ નથી.  દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણા છે. એઈમ્સના ડિરેક્ટર ડો.રનદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, હકીકતમાં બ્લેક ફૂગનું નામ ખોટું છે કારણ કે બ્લેક ફુંગ બ્લેક તો હોતી જ  નથી. તેમણે જણાવ્યું હતું કે કાળી ફૂગના કારણે ત્વચામાં લોહીનો સપ્લાય બંધ થઈ જાય છે, જેનાથી ત્વચા પર કાળા ડાઘ આવે છે. કદાચ આ જ કારણ છે કે બ્લેક ફૂગ અથવા બ્લેક ફંગસ નામ પડ્યું હોય 


બ્લેક ફંગસથી બચવાના ઉપાય
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, સ્ટીરોઇડના ઓવરડોઝના કારણે આ સમસ્યા થઇ શકે છે. શક્ય હોય ત્યાં સુધી તેનો ઉપયોગ ટાળવો જોઇએ ઉપરાંત બ્લડ શુગર લેવલને કન્ટ્રોલમાં રાખીને પણ તેનાથી બચી શકાય છે. તેમણે જણાવ્યું કે, જે લોકો સ્વસ્થ છે. તેવા લોકોએ પણ શક્ય હોય તેટલી ડાયટમાં શુગરની માત્રા ઓછી કરી દેવી જોઇએ.