ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટેંટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)એ (Institute of Chartered Accountants of India - ICAI)  સીએ ઈન્ટર અને ફાઇનલ પરીક્ષાને લઈ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આજથી શરૂ થતી સીએ ઈન્ટર અને ફાઇનલ પરીક્ષાને સ્થગિત કરવામાં આવી છે. આ પરીક્ષા નેપાળના કાઠમાંડુ સ્થિત કેટલાક કેન્દ્રો માટે સ્થગિત કરવામાં આવી છે.


કેમ સ્થગિત કરી પરીક્ષા


નેપાળમાં લોકડાઉન (Nepal Lockdown) અને કડક પ્રતિબંધોના કારણે સીએ ઈન્ટર (CA Inter) અને ફાઈનલ (CA Final) પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. આઈસીએઆઈએ ટ્વીટર હેન્ડલ પરથી આ જાણકારી આપી છે. જે મુજબ જુલાઈ 2021ની પરીક્ષા ફાઈનલ (જૂનો અને નવો કોર્સ) તથા ઈંટરમીડિએટ માટે 5 થી 20 જુલાઈ સુધી કાઠમાંડુ (નેપાળ)ના તમામ પરીક્ષા કેન્દ્રો પર નિર્ધારીત પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે.


સીએ પરીક્ષા 2021 નવા અને જૂના અભ્યાસક્રમ માટે આજથી શરૂ થઈ રહી છે. સીએ પરીક્ષા દેશભરના વિવિધ કેન્દ્રોમાં યોજાશે. આ પરીક્ષા કોરોના વાયરસ માટે જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશોનું પાલન કરીને યોજાઈ રહી છે.






ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર


ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત આઠમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 39,796 નવા કેસ આવ્યા હતા અને 42,352 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 723 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં સતત 52મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 4 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 28 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 67 લાખ  87 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ 97 લાખ 77 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. 


Education Loan Information:

Calculate Education Loan EMI