આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રવિવારે કહ્યું કે તમામ ભારતીયોનું ડીએનએ એક છે, પછી ભલે તે કોઈપણ ધર્મના હોય. વધુમાં તેઓએ કહ્યું કે હિંદુ-મુસ્લિમ એકતાની વાતો જ ભ્રામક છે કેમકે તેઓ અલગ નથી, પરંતુ એક જ છે. લોકોમાં પૂજા પદ્ધતિના આધારે અંતર ન કરી શકાય. 



લિચિંગમાં સામેલ થનારા હિંદુત્વની વિરુદ્ધ-મોહન ભાગવત


આ સાથે જ તેમણે કહ્યું કે ભીડ દ્વારા માર મારીને કરવામાં આવતી હત્યા લિંચિંગમાં સામેલ થનારા લોકો હિંદુત્વની વિરુદ્ધ છે. સંઘ પ્રમુખે કહ્યું દેશમાં એકતા વગર વિકાસ સંભવ નથી. એકતાનો આધાર રાષ્ટ્રવાદ અને પૂર્વજોની મહિમા થવી જોઈએ. આપણે લોકતાંત્રિક દેશમાં રહીએ છીએ. અહીં હિંદુ અથવા મુસ્લિમનું પ્રભુત્વ ન હોઈ શકે. માત્ર ભારતીયોનું પ્રભુત્વ હોઈ શકે. જો કોઈ હિંદુ એમ કહે છે કે મુસ્લિમોએ અહીં ન રહેવું જોઈએ તો તે શખ્સ હિંદુ નથી. 



મોહન ભાગવતે કહ્યું, મતના રાજકારણમાં અમે નથી પડચા. રાષ્ટ્રમાં શું થવું જોઈએ, તેના વિશે અમારા કેટલાક વિચારો  છે.