નવી એવિએશન પોલિસીને મળી કેબિનેટની મંજૂરી, જાણો એક કલાકની હવાઈ મુસાફરી માટે શું હશે ભાડુ
abpasmita.in | 15 Jun 2016 09:31 AM (IST)
નવી દિલ્લી: કેન્દ્રની મોદી સરકારે દેશમાં નવી એવિએશન પોલિસીને મંજૂરી આપી છે. સિવિલ એવિએશન મંત્રાલયે આ નીતિ રજૂ કરી હતી જેને આજે કેબિનેટે મંજૂર કરી છે. આ અંતર્ગત એક કલાકની હવાઈ મુસાફરી માટે હવે મહત્તમ ભાડુ 2500 રૂપિયા હશે. આ પોલીસીને મંજૂરી મળતા યાત્રીઓને ફાયદો થશે તેમજ વિમાન કંપનીઓ પર પણ લગામ લાગશે. જો કે વિમાન કંપનીઓને કેટલાક લાભ પણ થશે. નવી પોલિસીમાં વિમાન કંપનીઓને 5/20 નિયમમાં રાહત મળશે. ડોમેસ્ટિક ઉડાણ પર ભાર મૂકવામાં આવશે અને વિદેશી ઉડાણના નિયમો સરળ બનાવાશે. રિપોર્ટ અનુસાર ટિકીટ કેંસલ કરાવવાની સ્થિતિમાં વિમાન કંપનીને ડોમેસ્ટિક હવાઈ યાત્રાએ માટે 15 અને આંતરરાષ્ટ્રીય યાત્રા માટે 30 દિવસની અંદર રિફન્ડ આપવામાં આવશે. જો કોઈ યાત્રી પોતાની ટિકીટ કેંસલ કરાવે તો કંપની કેંસલેશન ચાર્જ પેટે યાત્રી પાસેથી 200 રૂપિયાથી વધુ ન લઈ શકે. જો કોઈ પણ એરલાઈંસ કંપની અચાનક ઉડામ રદ કરે તો કંપનીએ યાત્રીઓને ચારસો ટકા સુધીનો દંડ આપવો પડશે. એવિએશન કંપની જો કોઈ ફ્લાઈટ રદ કરે તો તેની સૂચના ગ્રાહકોને બે મહિના પહેલા આપવી પડશે અને આખુ ભાડુ પાછું આપવું પડશે.