નવી દિલ્હીઃ કેન્દ્રિય મંત્રીમંડળની સંસદીય મામલાની સમિતિએ સોમવારે સંસદના શિયાળુ સત્રને લઇને તારીખોની ભલામણ કરી છે. સમિતિએ 29 નવેમ્બરના રોજ સત્ર બોલાવવા અને 23 ડિસેમ્બર સુધી ચલાવવાની ભલામણ કરી છે.
સૂત્રોના મતે સત્રમાં લગભગ 20 બેઠકો થવાની સંભાવના છે અને આ ક્રિસમસ અગાઉ પૂર્ણ થઇ જશે. મહામારીના કારણે ગયા વર્ષે સંસદનું શિયાળુ સત્ર આયોજીત કરવામાં આવ્યું નહોતું અને બાદમાં બજેટ સત્ર અને મોનસુન સત્રમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
જોકે, અત્યાર સુધી આ મામલે કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ સૂત્રોનું કહેવું છે કે સત્ર 29 નવેમ્બરથી શરૂ થઇ શકે છે અને 23 ડિસેમ્બરના રોજ ખત્મ થઇ શકે છે. લોકસભા અને રાજ્યસભા બંન્ને એક સાથે ચાલશે અને સભ્ય સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. આ અગાઉ કેટલાક સત્રમાં બંન્ને સદન અલગ અલગ સમય પર બેઠક કરતા હતા જેથી સુનિશ્વિત કરી શકાય છે કે સંસદ પરિસરની અંદર વધુ લોકોની હાજરી ના રહે. સંસદના શિયાળુ સત્ર મહત્વનું એટલા માટે છે કારણ કે આ રાજકીય રીતે મહત્વપૂર્ણ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ યોજાઇ રહ્યું છે.
શિવસેનાના નેતાના ઘરમાંથી જ સેક્સ રેકેટ ઝડપાયુ
મધ્યપ્રદેશના સીહોરમાં શિવસેના નેતાના ઘરમાંથી જ સેક્સ રેકેટ પકડાયું ચે. પોલીસે સ્થળ પરથી કાર, રોકડ જપ્ત કરી છે. ચાર છોકરીઓ, ત્રણ ગ્રાહકની સાથે મહિલા મેનેજર, સંચાલિકા તથા સેક્સ રેકેટ ચલાવતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જે મહિલાના ઘરેથી સેક્સરેક્ટ ઝડપાયું તે ખુદને સમાજસેવિકા ગણાવે છે અને શિવસેનાની ટિકિટ પરથી નગર પાલિકા અધ્યક્ષની ચૂંટણી લડી ચુકી છે.
મકાનમાંથી શું-શું મળ્યું
સીહોર બસ સ્ટેન્ડ પાસે આવેલા અનુપમા તિવારીના મકાનમાં ગોરખધંધા થતાં હોવાની મળેલી માહિતી બાદ પોલીસ ત્રાટકી હતી. પોલીસ કાર્યવાહીથી હડકંપ મચી ગયો હતો પરંતુ કોઈ ભાગી શક્યું નહોતું. પોલીસે ચાર છોકરીઓ તથા ત્રણ ગ્રાહકોને ઝડપી લીધા હતા. આ ઉપરાંત સ્થળ પરથી નશાનો સામાન પણ મળ્યો છે. તમામ કોલગર્લ્સ ભોપાલની રહેવાસી છે. જેમને ઈંદુલતા નામની મહિલા મેનેજર મકાનમાં લાવતી હતી.