નવી દિલ્લી: વડાપ્રધાન નરેંદ્ર મોદીના “પીઓકે પણ અમારું છે” વાળા નિવેદન પછી કેંદ્રીય રાજ્યમંત્રી જીતેંદ્ર સિંહે જમ્મુના કઠુઆમાં ત્રિરંગો યાત્રા શરૂ કરતા પહેલા કહ્યું કે આગલા વર્ષે પીઓકેમાં પણ ત્રિરંગો ફરકાવાશે..
જીતેંદ્ર સિંહે ત્રિરંગા યાત્રા દરમિયાન કહ્યું, આ ત્રિરંગા યાત્રાનું સમાપન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં થવું જોઈએ. પીએમ મોદીએ આહ્વાન કર્યું છે કે તેના પછી દેશવાસીઓને પણ ગુલામ કાશ્મીરને પાકિસ્તાનના કબ્જામાંથી મુક્ત કરાવવા માટે સંકલ્પ લેવો જોઈએ. જેથી પીઓકેના કોટલી અને મુઝફ્ફરાબાદમાં ત્રિરંગો ફરકાવી શકાય. સાચી રીતે ત્રિરંગા યાત્રાની વાસ્તવિક સફળતા ત્યારે થશે જ્યારે અમે કોટલી અને મુઝફ્ફરાબાદમાં ત્રિરંગો ફરકાવીશું.
રાજ્યના ત્રણ સંસદીય વિસ્તારોમાં ત્રિરંગા યાત્રા 22 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આજે દિલ્લીથી સાંબા પહોંચેલા જીતેંદ્ર સિંહે આઝાદી 70 અભિયાનની શરૂઆત કરી. 10 ઓગસ્ટે રાજનાથ સિંહે સંસદમાં પાકિસ્તાનના ભાષણ પછી કાશ્મીર મુદ્દા પર ભારત સરકાર એક અલગ જ વલણ અપનાવી રહી છે.