ભારતમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેર દરમિયાન સંક્રમણ અને મોતના કેસ ભયાનક રીતે વધી રહ્યા છે ને સમગ્ર દેશમાં ડરનો માહોલ છે. લોકો વાયરસથી સુરક્ષિત રહેવા માટે સારવાર તરીકે દરેક શક્ય રીતો અપનાવવાનો પ્રયત્ન કરી હ્યા છે. બીજી લહેર પોતાની સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ પોસ્ટ પણ લઈને આવી છે, જેમાં દેશી ઉપચારથી લઈને આયુર્વેદથી સારવારના વીડિયો અને મેસેજ વાયરલ પણ સામેલ છે. તેના દ્વારા કોરોનાની સારવારના દાવા કરવામાં આવી રહ્યા છે. આ ઉપચારો અથવા દાવાને કોઈપણ દેશભરમાં સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વાર સાબિત અથવા પ્રમાણિત કરવામાં નથી આવ્યા, પરંતુ લોકો નિરાશામાં સુરક્ષિત રહેવા અથવા પોતોના પરિવારજોને આ ઘાતક બીમારીથી બચાવવા માટે આવા દાવાથી ભ્રમિત થઈ રહ્યા છે.
કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર કોરોનાના અનેક ઘરગથ્થુ ઉપાયની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, નાકમાં લીંબુના ટીંપા નાખવાથી કોરોનાનો વાયરસ ખતમ થઇ જાય છે.શું છે દાવો જાણીએ..
વાયરસ પોસ્ટમાં શું છે દાવો
એક લીંબુ લઇને તેના રસના ત્રણ ત્રણ ટીપાં બંને નસકોરોમાં નાખવાથી. આ ટિપ્સ રામબાણ જેવો ઇલાજ કરે છે. આ લીંબુનો રસ પાંચ સેકેન્ડમાં જ નાક, ગળા, હૃદય, ફેફસાંને એકદમ શુદ્ધ કરી દે છે. નાક બંધ હશે. ગળામાં ઇન્ફેકશના કારણે દુખાવો હશે. ગળામાં ખારાશ હશે. જે પણ તકલીફ હશે તે બધી જ તકલીફને દૂર કરી દેશે. એક વખત જેને આનો પ્રયોગ કર્યો છે. મેને તેને મરતો નથી જોયો અને તે સ્વસ્થ થયો છે.
શું છે હકીકત
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેકચેકમાં આ દાવાને ખોટો સાબિત થયો છે. આ દાવાનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ ન હોવાથી દાવાને ખોટો સાબિત કરવામાં આવ્યો છે. કોરોના વાયરસને લઇને કોઇ ચોક્કસ દવા હજુ સુધી શોધાઇ ન હોવાથી આવી અનેક પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી હોતું. ફેક ચેકમાં આ દાવાને તદન ખોટો સાબિત કરવામાં આવ્યો છે.