તે સિવાય મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે કોરોના પર જોક્સ કરવામાં આવશે તો ગ્રુપ એડમિન અને તેના વિરુદ્ધ પોલીસ કલમ, 68, ૧ 140૦ અને ૧88 હેઠળ કાર્યવાહી કરશે. સરકારે દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કર્યો છે જેમાં સરકારી વિભાગ સિવાય અન્ય કોઈ નાગરિકને કોરોના બંધિત કોઈ અપડેટ પોસ્ટ કરવી કે શેર કરવાની મંજૂરી નથી. જો તેનો ભંગ કરવામાં આવશે તો ગુનો નોંધાશે. જોકે, આ વાયરલ મેસેજ પાછળ સચ્ચાઇ શું છે તેને લઇને સરકારે સ્પષ્ટતા કરી હતી.
પ્રેસ ઇન્ફોમેશન બ્યૂરો (પીઆઇબી)એ આ મામલે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ મેસેજ ખોટો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે તે પ્રમાણેના સરકાર દ્વારા કોઈ આદેશ આપવામાં આવ્યા નથી. એટલે કે આ મેસેજ ફેક છે. અને એક અફવાથી વધારે કાંઈ નથી. મહત્વનું છે કે વોટ્સએપ પર કોરોનાને લઇને વૈમનસ્ય કે અફવા ફેલાવવા બદલ તમારી વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે.