કોરોના વાયરસના કેસ રોકેત ગતિએ વધી રહ્યા છે. વિશ્વમાં કોરોના વાયરસના દરરોજના કેસ 8 લાખને પાર કરી ગયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, 16 એપ્રિલ, 2021ના રોજ વિશ્વભરમાં કોરોનાના નવા 804,807 નવા કેસ આવ્યા હતા. શનિવારે ભારતમાં મહામારીની શરૂઆતથી લઈને એક જ દિવસમાં સૌથી વધારે 234692 નવા કેસ સામે આવ્યા છે. એક ખાસ બેઠખમાં બોલતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે ચેતવણી આપી હતી કે કોરોના તેના પીક પર પહોંચવાનો છે.


ડબલ માસ્કથી કોરોના વિરૂદ્ધ મળે છે ડબલ સુરક્ષા


તેમણે કોરોના કેસમાં આવેલ અચાનક ઉછાળા માટે નવા વેરિએન્ટ્સ, સમયસર સ્વાસ્થ્ય સેવાઓ ન પહોંચવી જેવા મુદ્દાને જવાબદાર ગણાવ્યા છે. કોરોનાની ગતિને નિયંત્રમમાં લાવવા માટે તેમણે કડકાઈથી વ્યક્તિગત સાવચેતી જેમ કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, હાથ ધોવા અને વેન્ટિલેશનનું પાલન કરવાની અપીલ કરી છે. બીજી બાજુ, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડબલ માસ્ક પહેરવાથી કોરોના વાયરસ વિરૂદ્ધ સુરક્ષા બેગણી કરી શકાય છે. આ ખુલાસો જામા ઇન્ટરનલ મેડિસીનમાં પ્રકાશિત રિસર્ચમાં થયો છે.


રિસર્ચને યૂનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના સ્કૂલ ઓફ મેડિસીનના સંશોધકોએ અંજામ આપ્યો. તેમનું કહેવું છે કે બે ફેસ કવર પહેરવાથી કોરોના વાયરસના આકાર જેવા અણુઓને છૂટા પાડવાની સર અંદાજે બે ગમી કરી શકાય છે. અમેરિકામાં આવેલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંશન (CDC)નું પણ આ જ કહેવું છે. તેમનું સૂચન છે કે કોરોનાથી સારી સુરક્ષા માટે હેવ લોકોએ એક નહીં પરંતુ 2 ફેસ માસ્ક પહેરવા જોઈએ.


સર્જિકલ માસ્ક ઉપર કોટનનું માસ્ક પહેરી શકાય


ચેપી રોગ નિષ્ણાંત ડોક્ટર એન્થની કાઉચીએ કહ્યું કે, કોરોના વાયરસ નાક અને મોઢા દ્વારા શરીરમાં પ્રવેશે છે. માટે જો નાક અ મોઢાને યોગ્ય રીતે ઢાંકવામાં આવે તો વાયરસ વિરૂદ્ધ પૂરી સુરક્ષા મળશે. સીડીસીની પણ આ જ ભલામણ છે કે ડબલ લેયરવાળા કપડાનું માસ્ક પહેરીને પણ બચાવ કરી શકાય છે. ડબલ લેયર માસ્ક શ્વાસની સાથે બહાર નીકળતા ડ્રોપલેટ્સ અથવા નાના ટીપાને હવામાં ફેલાતા રોકે છે. ખાસ કરીને હવાઈ યાત્રા દરમિયાન લાંબા સમય સુધી પ્રવાસ કરવાથી કોરોના સંક્રમણનું જોખમ પણ વધારે રહે છે.


એવી સ્થિતિમાં ડબલ લેયર માસ્ક પહેરવું જરૂરી છે. રિસર્ચર્ચની દલીલ છે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ મુશ્કેલ છે, ત્યાં સર્જિકલ માસ્ક ઉપર કપડાથી બનેલ માસ્ક પહેરી શકાય છે. તેમણે કેટલાક ઉપાય સૂચવ્યા છે, ખાસ કરીને માસ્ક સારી રીતે ફિટ હોય અને ઢીલું ન હોવું જોઈએ. ઢીલા માસ્ક પહેરવાથી કોરોનાને અટકાવવામાં મદદ નહીં મળે. કપડાથી બનેલું માસ્ક પહેરતા સમયે ડબલ લેયર જોઈ લેવું.