ચંદીગઢઃ કોરોના વાયરસ મહામારીની બીજી લહેરની સાથે સોશિયલ મીડિયા પર કોરોનાની સારવાર કરવાના અનેક દાવા પણ વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવીએ કે વાયરસ થઈ રહેલ પોસ્ટની કોઈ પ્રમાણિકતા હોતી નથી. તેને દેશા કોઈપણ મેડિકલ પ્રોફેશનલ અથવા નિષ્ણાતોનું સમર્થન નથી હોતું અને તેઓ તો અવારનવાર આવી વાતોને ફગાવી દેતા હોય છે. હાલમાં જ દારૂ પીવાથી કોરોનાની સારવારને લઈને કેટલીક માહિતી વાયરલ થઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, દારૂ કરોના વાયરસની સામે સુરક્ષા આપે છે. પરંતુ કોવિડ-19 પર પંજાબમાં બનાવાવમાં આવેલ નિષ્ણાંતોની સમિતિના મુખ્ય ડોક્ટર કે. કે. તલવારે બુધારે આ વાતને ફગાવી દીધી છે.


શું દારૂ કોરોનાને ખત્મ કરે છે ?


કે. કે. તલવારે લોકોને સોશિયલ મીડિયા પર ચાલી રહેલ અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, વધારે દારૂ પીવાથી લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી શકે છે અને તેનાથી કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ વધી જાય છે. તલવારે સોશિયલ મીડિયામાં ફરતી પોસ્ટને ટાંકીને કહ્યું કે, “મેં વાંચ્યું છે કે દારૂનું સેવન કરવાથી વાયરસ સામે સુરક્ષા મળે છે.” તેમણએ લોકોને સાવધાન કરતાં કહ્યું કે, આ પ્રકારની ખોટી માન્યતાઓથી સમસ્યા ઉભી થઈ શકે છે. જો લોકો વધારે માત્રામાં દારૂ પીવા લાગશે તો કોરોના વાયરસથી સંક્રમિત થાનું જોખમ વધી જશે.


નિષ્ણાંતોએ કહ્યું કે પોસ્ટમાં કોઈ તથ્ય નથી


તેમણે દારૂથી કોરોના મરવાના અહેવાલને પાયાવિહોણા ગણાવ્યા છે. જોકે, તેમણે એ જરૂર કહ્યું કે, ઓછી માત્રામાં દારૂનું સેવન નુકસાકનકારક નથી. તલવારે વૈજ્ઞાનિક દેખરેખને ટાંકીને કહ્યું કે, કહેવાય છે કે, લોકોએ કોરોના વિરૂદ્ધ કોવિડ-19 રસી લેવાના બે દિવસ પહેલા અને લીધાના બે દિવસ બાદ સુધી દારૂ ન પીવો જોઈએ. નોંધનીય છે કે, પંજાબમાં અત્યાર સુધીમાં ચાર લાખ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે.