નવી દિલ્લી : કોવિડથી સાજા થયેલા લોકોમાં બ્લેક ફંગલ ઇન્ફેકશન થઇ રહ્યું છે. દેશમાં મ્યુકોરમાઇકોસિસના 9 હજાર કેસ નોંધાયા છે. આ ફંગસ સાયનસ, આંખ, નાક અને આગળ જતાં મગજને નુકસાન પહોંચાડે છે. 


કોરોના વાયરસનાં સંક્રમણના કેસ તો ઓછા થઇ રહ્યાં છે પરંતુ હવે મ્યુકોરમાઇકોસિસે એક ચિંતા વધારી છે. મ્યુકોરમાઇકોસિસ દર્દીના આંખ, નાક, જડબા અને બ્રેઇનને નુકસાન પહોંચાડી રહ્યો છે. બ્લેક ફંગસને લઇને લોકોમાં હજું જાગરૂકતા ઓછી છે. આ બીમારી વિશે જાણવા માટે  એબીપી ન્યૂઝે ડોક્ટર મંજરી ત્રિપાઠી સાથે વાત કરી. જે દિલ્લી એમ્સમાં  ન્યુરોલોજિસ્ટ તરીકે ફરજ બજાવે છે. 


ડોક્ટર મંજરી ત્રિપાઠીએ કહ્યું કે," ફંગસ આપણા વાતાવરણમાં મોજુદ હોય છે. જો કે આપણે સ્વવસ્થ હોય ત્યારે તે નુકસાન નથી કરતા પરંતુ બીમાર હોય ત્યારે ઇમ્યુનિટી નબળી પડતાં ફંગસ શરીર પર અટેક કરી શકે છે. કોરોના પણ ઇમ્યુનિટીને કમજોર કરે છે. આ સાથે દર્દીને જો શુગરની બીમારી હોય તેમજ વધુ સ્ટીરોઇડ લેતા હોય આ ફંગસ ઇન્ફેકશન આવા દર્દી પર અટેક કરે છે" 



ડોક્ટર મંજરી ત્રિપાઠીએ કહ્યું કે,"આ બીમારીના લક્ષણો જાણીને તેના માટે એલર્ટ રહેવું જરૂરી છે. નાકની આસપાસ સોજો હોય. નાકની અંદર મરેલા બ્લડની પોપડી બાજી જતી હોય, આંખ લાલ થઇ ગઇ હોય આસપાસ સોજો અને દુખાવો હોય તો આ મ્યુકોમાઇકોસિસન લક્ષણો હોઇ શકે છે"  


ડોક્ટર મંજરી ત્રિપાઠીએ કહ્યું કે,"આ બીમારીમાં સ્વચ્છતા પહેલી શરત છે. માસ્કમાં પહેરીએ ત્યારે પસીનો થાય છે. જે માસ્ક પર પણ લાગે છે. આ પરસેવાની ભીનાસમાં પણ ફંગસ થાય છે. તેથી જરૂરી છે કે, 6થી 7 કલાક બાદ માસ્ક બદલો અને માસ્ક સાફ રાખો. માસ્ક વધુ રાખો સાત દિવસ માટે અલગ અલગ માસ્ક જરૂરી છે. વ્યવસ્થિત બે ટાઇમ બ્રશ કરવું, નાહવું અને સ્વચ્છતા રાખવી જરૂરી છે.  ડોક્ટરની  સલાહ લીધા વિના કોઇ દવા ન લેવી જોઇએ. 


તો એમ્સના ડોક્ટર પી શરત ચંદ્રે કહ્યું કે, એક માસ્કનો બેથી ત્રણ દિવસ ઉપયોગ બ્લેક ફંગસના શિકાર બની શકો છો. બ્લેક ફંગસની સૌથી વધુ શક્યતા, સ્ટીરોઇડના ઓવરડોઝ, લો ઇમ્યુનિટી, અનકંટ્રોલ શુગર લેવલ અને સ્ટીરલ થયા વિનાના ઓક્સિજનના સાધનોનો વપરાશની સ્થિતિમાં રહે છે. આ રોગથી ગંભીર રીતે બીમાર વ્યક્તિ Posaconazole એન્ટી ફંગલ દવા આપવામાં આવે છે.