Canada Lifts Travel Ban: એર કેનેડા ફરી આવતી કાલથી ફ્લાઇટ શરૂ કરી રહી છે.કોવિડ-19 પ્રોટોકોલના કારણે એક મહિનાથી પ્રતિબંઘ હતો. એર કેનેડા ફરી આવતી કાલથી ફ્લાઇટ શરૂ કરી રહી છે. તો એર ઇન્ડિયા 30 સપ્ટેમ્બરથી ફ્લાઇટસ શરૂ કરશે.
કેનેડા સરકારએ એક મોટો નિર્ણય કરતાં ભારતથી આવતા પેસેન્જર ફ્લાઇટસ પર પ્રતિબંધ હટાવી દીધો છે. કોવિડ-19 પ્રોટોકોલ હેઠળ છેલ્લા કેટલાક સમયથી ફ્લાઇટ પર પ્રતિબંધ હતો. જેને હવે અહીંની જસ્ટિન ટ્રૂડો સરકારે હટાવી દેવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે કેનેડાએ ભારતથી આવતી બધી જ કોમર્શિયલ અને પ્રાઇવેટ પેસેન્જર ફ્લાઇટ પર લાગેલ બેન 26 સપ્ટેમ્બર સુધી હટાવી દીધો હતો. હવે આ પ્રતિબંધ ખતમ હોવાની સાથે જ ભારતથી કેનેડા ટ્રાવેલ કરી શકાશે. જો કે આ દરમિયાન કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી છે. જેમાં કોવિડની નેગેટિવ રિપોર્ટ પણ સામેલ છે.
અધિકારીઓ મુજબ એર કનેડા ભારતથી તેમની ફ્લાઇટસ ફરી શરૂ કરવા જઇ રહી છે. જ્યારે એર ઇન્ડિયા કેનેડા સાથે તેમની ફ્લાઇટસ 30 સપ્ટેબરે બીજી વખત શરૂ કરવા જઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, એક મહિના પહેલા બેન લાગ્યા પહેલા બંને એર લાઇન્સ ભારત અન કેનેડાની સરકારની વચ્ચે થયેલા બબલ સમજૂતી હેઠળ આવન જાવન ચાલી હતી.
કેનેડાએ આ કારણે હટાવ્યો પ્રતિબંઘ
કેનેડાએ બુધવારે ભારતથી આવતી ત્રણ પેસેન્જર ફ્લાઇટસમાં પ્રવાસીઓનો ટેસ્ટ કર્યાં બાદ આ ટ્રાવેલ બેન હટાવવાનો નિર્ણય કર્યો છે. એરપોર્ટ અધિકારીઓના રિપોર્ટ મુજબ તપાસમાં આ ફ્લાઇટસમાં આવેલ તમામ ભારતથી આવનાર પ્રવાસીઓના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતા.
આ ગાઇડ લાઇનનું કરવું પડશે પાલન
ટ્રાન્સપોર્ટ કેનેડાએ આ સપ્તાહની શરૂઆતમાં જ આ ટ્રાવેલ માટેની ગાઇડ લાઇન જાહેર કરી હતી. જો આપ પણ આવનાર દિવસોમાં કેનેડા જવાનું વિચારી રહ્યાં હો તો આ ગાઇડલાઇનનું પાલન કરવું અનિવાર્ય છે.
- પેસેન્જરે ફ્લાઇટ ડિપાર્ચર પહેલાના 18 કલાકની અંદરનો કોવિડનો નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય
- એર ઓપરેટર નેગેટિવ રિપોર્ટને ચેક કરશે
- વેક્સિનના બંને ડોઝ લીધેલી વ્યક્તિએ તેની જાણકારી ArriveCANની મોબાઇલ એપ પર અપલોડ કરવાની રહેશે.
- ભારતના પ્રવાસી જો ઇન્ડાયરેક્ટ માર્ગથી કેનેડા ટ્રાવેલ કરતા હશે તો પેસેન્જર્સની પાસે ભારતને છોડીને અન્ય દેશનો પણ કોવિડનો નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી.