આ અકસ્માત શનિવારે બપોરે થયો હતો. ફ્લાઈ ઓવર પર જઈ રહેલી કારે નિયંત્રણ ગુમાવતા અચાનક નીચે ખાબકી હતી અને 5 થી 6 લોકોને અડફેટે લીધા હતા. અચાનક કાર નીચે પડતા રોડ પર ઉભેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. કાર ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
અકસ્માતમાં મોતને ભેટનાર મહિલાના પરિવારને મ્યુનિસિપલ કોરપોરેશને પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. સાથે ઇજાગ્રસ્ત લોકોની સારવાર કરાવવા કહ્યું છે.