મુંબઈઃ સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર મામલે આજે કોઈ ફેંસલો થઈ શક્યો નહોતો. કોર્ટ આ મામલે સોમવારે 10.30 કલાકે વધુ સુનાવણી કરશે. આ ઉપરાંત કોર્ટે આ મામલે તમામ પક્ષોને નોટિસ ફટકારી હતી.


રવિવારે સુનાવણી માટે સિબ્બલે કોર્ટની માફી માંગી

સુપ્રીમ કોર્ટમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ અરજી દાખલ કરી હતી. જેમાં રાજ્યપાલના આદેશને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી 11.30 કલાકે  શરૂ થઈ હતી. જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચ મામલાની સુનાવણી કરી હતી. કપિલ સિબ્બલે રવિવારે સુનાવણી માટે માફી માંગી હતી.


સિબ્બલે દલીલમાં શું કહ્યું

કપિલ સિબ્બલે તેમની દલીલમાં રાજ્યપાલના ફેંસલા પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, ઉતાવળમાં રાષ્ટ્રપતિ શાસન હટાવીને અચાનક શપથ લેવડાવ્યા છે. રાષ્ટ્રપતિ શાસન હટાવવા માટે કેબિનેટની મંજૂરી પણ લેવામાં આવી નહોતી. જો બીજેપી પાસે બહુમત છે તો જલદીથી સાબિત કરી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ તરફથી સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રમાં શક્ય તેટલો વહેલો ફ્લોર ટેસ્ટ થાય તેવી માંગ કરી હતી. મહારાષ્ટ્રમાં જે કંઈ થઈ રહ્યું છે તે આપણે પહેલા કયારેય જોયું નથી. જો સાંજે જાહેરાત થાય કે અમે સરકાર બનાવીશું તો રાજ્યપાલ કેવી રીતે દેવેન્દ્ર ફડણવીસને શપથ લેવરાવી શકે ? તેઓ કેન્દ્રના આદેશ પર કામ કરી રહ્યા છે.


કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક મામલાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું 16 મે 2018ના રોજ કર્ણાટકના રાજ્યપાલે યેદિયુરપ્પાને કંઈક કહ્યું હતું. અમે તેમને પડકાર ફેંકયો હતો. 18 મેના રોજ કોર્ટે કહ્યું કે, 19 મેના રોજ ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે.

Shiv Sena-NCP-Congress' plea against Maharashtra Guv inviting Devendra Fadnavis to form govt: Kapil Sibal, in the Supreme Court says, "When somebody had announced at 7 pm that we are forming govt, the act of Guv is biased, malafide, contrary to all laws established by this Court" pic.twitter.com/VAxDxhkQfp


— ANI (@ANI) November 24, 2019

અભિષેક મનુ સિંઘવીએ શું કરી દલીલ
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, મારી પાસે ઝારખંડ, ગોવા, ઉત્તરાખંડ, કર્ણાટક અને અન્ય રાજયોમાં આવી ઘટનાઓમાં વકીલાતનો અનુભવ છે. રાજયપાલે પ્રક્રિયાનું પાલન કર્યુ હોતો તો આ સવાલ જ ન ઉભો થાત. ગવર્નરને કઈ ચિઠ્ઠી મળી ? શું તેઓ ધારાસભ્યોને મળ્યા હતા. અમે રાજ્યપાલને જણાવી દીધું છે કે અજીત પવાર વિધાયક દળના નેતા નથી. મરાઠીમાં મોકલવામાં આવેલી ચિઠ્ઠીમાં 41 ધારાસભ્યોની સહી છે. શક્ય તેટલો વહેલો ફ્લોર ટેસ્ટ કરાવવો જોઈએ.


શિવસેના-એનસીપી-કોંગ્રેસને સરકાર બનાવવાનો અધિકાર નથીઃ તુષાર મહેતા

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, શિવસેના-એનસીપી-કોંગ્રેસ પાસે સરકાર બનાવવાનો મૌલિક અધિકાર નથી. તેમની અરજીને મંજૂરી ન આપી શકાય.

રાજ્યપાલના ફેંસલાને બદલી ન શકાયઃ મુકુલ રોહતગી

મુકુલ રોહતગીને સુપ્રીમ કોર્ટે કહ્યું, રાજ્યપાલના આદેશની ન્યાયિક સમીક્ષા ન થઈ શકે. માત્ર ફ્લોર ટેસ્ટ થઈ શકે છે. કલમ 361 જુઓ. બંધારણ મુજબ આમ ન થઈ શકે. તેમના વિવેકથી લેવામાં આવેલા ફેંસલાને બદલી ન શકાય.


મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર બીજેપી નેતાઓ સાથે શનિવારે મોડી રાતે વકીલો પાસે ગયા હતા અને કાનૂની વિકલ્પને લઇ ચર્ચા કરી હતી. પવારે વકીલો સાથે તેઓ એનસીપીના ધારાસભ્યોને વ્હીપ આપી શકે છે નહીં તેની ચર્ચા કરી હોવાનું કહેવાય છે.

 અજીત પવાર માટે દરવાજા ખુલ્લાઃ જયંત પાટિલ

એનસીપીના વિધાયક દળના નેતા જયંત પાટિલ અજીત પવારને ઘરવાપસીનું આમંત્રણ આપતા કહ્યું કે, જે પાંચ ધારાસભ્યો અજીત પવાર સાથે છે તે બધા માટે પણ દરવાજા ખુલ્લા છે. જો તેઓ પરત આવવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. જયંત પાટિલે કહ્યું, જ્યારે ફ્લોર ટેસ્ટ થશે ત્યારે દેવેન્દ્ર ફડણવીસની સરકાર પડી જશે. અમારી 54માંથી 49 ધારાસભ્યો શરદ પવાર સાથે છે. અજીત પવાર બીજેપી સાથે કેમ ગયા તે સમજમાં નથી આવતું.