સુપ્રિયોએ તસવીર આઠ મેના રોજ શેર કરી હતી. અધિકારીએ કહ્યું કે, માત્ર બાબુલ સુપ્રિયો જ નહીં પરંતુ આ ફેક તસવીર શેર કરનારા કેટલાક અન્ય લોકો વિરૂદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે.
બાબુલ સિપ્રિયોનો પોલીસ પર આરોપ
જ્યારે કોલકાતા પોલીસના એક્શન બાદ બાબુલ સુપ્રિયોએ ટ્વીટ પર પોલીસને તૃણમૂલ કોંગ્રેસનો ભાગ ગણાવ્યો છે. સુપ્રિયોએ કાયદાકીય કાર્રવાઈ વિશે કહ્યું કે, ‘જ્યાં સુધી કાયદાની વાત છે, તમે શ્રી કાર્તિક બેનર્જી પાસેથી જ સલાહ લો અને તેના આદેશ પર કાર્રવાઈ કરો, કારણ કે તમે એ જ કરો છો. શું તમે હરીશ ચેટર્જી સ્ટ્રીટ વિશે સાંભળ્યું છે, જ્યાં તમામ પ્રોપર્ટી પર TMC નેતાઓનો કબ્જો છે. સ્થાનીક લોકો તેને બેનર્જીપાડા કહે છે. તમને જરૂર ખબર હશે.’