મુરાદાબાદ: સપા પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સામે ફરિયાદ નોંધાઈ છે. મુરાદાબાદની એક હોટલમાં પત્રકારો સાથે મારપીટના મામલે અખિલેશ યાદવ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં અખિલેશ યાદવ સિવાય પાર્ટીના 20 કાર્યકર્તાઓના નામ પણ છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે અખિલેશ યાદવની મુરાદાબાદની એક હોટલમાં પત્રકાર પરિષદ દરમિયાન મારપીટ થઈ હતી. પત્રકાર પરિષદ દરમિયાન સપા કાર્યકર્તાઓએ ધમાલ કરી હતી. સપા કાર્યકર્તાઓએ પત્રકારો સાથે મારપીટ કરી હતી. અખિલેશ યાદવ પત્રકાર પરિષદમાં સમય કરતા બે કલાક મોડા પહોંચ્યા હતા. આરોપ છે કે તેણે સવારોના જવાબ આપતા સમયે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો. પત્રકારોએ જ્યારે તેમને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે પારિવારિક સંબંધ અને આઝમ ખાન પર સવાલ પૂછ્યા, તો તેમને ગુસ્સો આવ્યો હતો.
અખિલેશ યાદવના મંચ પરથી ઉતરવા પર સુરક્ષાકર્મીઓ અને સમર્થકોએ પત્રકારો સાથે ખરાબ વર્તન શરૂ કર્યું હતું. આ દરમિયાન એક પત્રકાર ઈજાગ્રસ્ત થયા હતા. પત્રકારે જ્યારે અખિલેશ યાદવે ઘટના અંગે ફરિયાદ કરી તો, અખિલેશ યાદવે ગુસ્સામાં પત્રકાર પર ભાજપ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. અખિલેશ યાદવની હાજરીમાં કાર્યકર્તાઓ અને સુરક્ષાગાર્ડ પત્રકારો સાથે મારપીટ કરી હતી.