IRCTC Scam Case: બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની વચ્ચે IRCTC કૌભાંડ મામલે લાલુ પ્રસાદના પરિવારની મુશ્કેલી વધી છે. દિલ્લીની રાઉજ એવન્યુ કોર્ટે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને બિહારના નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ સહિત બધા જ આરોપોની વિરૂદ્ધ આરોપો નક્કી કરાયા છે. હવે આ મામલે કોર્ટમાં કેસ ચાલશે.
આ કલમ હેઠળ ઓરોપો નક્કી
જે કલમ હેઠળ આરોપો નક્કી કરાયા છે. તેમાં IPC 420, IPC 120B, પ્રીવેંશન ઓફ કરપ્શન એક્ટ ધારા 13(2) અને 13 )(d) સામેલ છે. ઉલ્લેખનિય છે કે. પ્રીવેન્શન ઓફ કરપ્શન એક્ટની ધારા13(2) અને 13 (1)(d) માત્ર લાલુ પ્રસાદ યાદવ પર લગાડવામાં આવ્યો છે. કારણ કે તેમણે સરકારી પદ પર રહેતા પદનો દુરઉપયોગ કર્યો હતો.
કોર્ટે પુછ્યું- શું આપ ગુનો સ્વીકારો છો
કોર્ટે લાલુ યાદવને પૂછ્યું કે, શું તેમણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે, પરંતુ લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવે ઇનકાર કરી દીધો. લાલુ પરિવારે કોર્ટમાં જણાવ્યું કે, તેઓ ટ્રાયલનો સામનો કરશે. જોકે, રાબડી યાદવે કહ્યું કે, આ ખોટો કેસ છે.
IRCTC કૌભાંડમાં CBI એ કયા આરોપો લગાવ્યા?
CBI એ તેની ચાર્જશીટમાં આરોપ લગાવ્યો છે કે, 2004 થી 2014ની વચ્ચે, એક ષડયંત્રના ભાગ રૂપે, પુરી અને રાંચીમાં ભારતીય રેલવેની BNR હોટલોને પહેલા IRCTC ને ટ્રાન્સફર કરવામાં આવી હતી અને બાદમાં સંચાલન અને જાળવણી માટે બિહાર સ્થિત સુજાતા હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડને લીઝ પર આપવામાં આવી હતી. એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે ,ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા અને છેડછાડ કરવામાં આવી હતી, અને સુજાતા હોટેલ્સની તરફેણ કરવા માટે શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં તત્કાલીન IRCTC ના જનરલ મેનેજર વીકે અસ્થાના અને આરકે ગોયલ તેમજ ચાણક્ય હોટેલ્સના માલિકો સુજાતા હોટેલ્સના ડિરેક્ટર વિજય કોચર અને વિનય કોચરનું પણ નામ છે.