નવી દિલ્હીઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટર  ગીતા રાવતને CBIની એન્ટ્રી કરપ્શન બ્રાન્ચે લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા. તેમણે  દિલ્હીમાં સરકારી કામ કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. આરોપી મહિલા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના પટપડગંજ વિધાનસભા ક્ષેત્રમાં સ્થિત વિનોદ નગર વોર્ડની કોર્પોરેટર છે.


મળતી જાણકારી અનુસાર, સીબીઆઈએ પૂર્વ દિલ્હીના વોર્ડ નંબર 217/10E પશ્ચિમ વિનોદ નગરની કોર્પોરેટર  ગીતા રાવત વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરી હતી. ગીતા રાવત મગફળીના વેપારી મારફતે લાંચ લેતી હતી. મગફળીના વેપારી સનાઉલ્લાહના પિતાને જાણકારી મળી કે તેમના પુત્રને કોઇએ પકડી રાખ્યો છે તો તેઓ કોર્પોરેટરની ઓફિસ ગયા હતા અને સવાલ કર્યો હતો કે  તમે મારા પુત્રને કેમ પકડ્યો છે? જેથી ત્યાં હાજર લોકોએ કહ્યું કે અમે સીબીઆઈ અધિકારીઓ છીએ અને હવે તમને ખબર પડશે કે અમે તમારા પુત્રને કેમ પકડ્યો છે. જે બાદ મગફળીના વેપારીના પિતાને જાણ થઇ કે લાંચના પૈસા સનાઉલ્લાહ મારફતે કોર્પોરેટર ગીતા રાવત પાસે જતા હતા.


એક રિપોર્ટ અનુસાર સીબીઆઇએ નોટોમાં કલર લગાવીને મગફળી વેચનારને પૈસા આપ્યા હતાય જ્યારે આ નોટ ગીતા રાવત પાસે પહોંચી ત્યારે સીબીઆઇએ તેને રંગે હાથે ઝડપી હતી. જ્યારે ચલણી નોટની તપાસ કરવામાં આવી તો આ નોટ તે રંગની હોવાની જાણ થઇ હતી. સીબીઆઇએ સનાઉલ્લાહ અને ગીતા રાવત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


 


Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી


DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી


Pegasus Spyware: પેગાસસ સોફ્ટવેર જાસૂસી કેવી રીતે પકડવામાં આવી? હવે આટલા મોટા રહસ્યનો પર્દાફાશ થયો છે


IT Jobs: સારા સમાચાર! IT કંપનીઓ માર્ચ સુધીમાં 3.6 લાખ નવી નોકરીઓ આપશે, જાણો કયા રિપોર્ટમાં થયો દાવો