મુંબઇઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ મની લોન્ડરિંગના કેસમાં કરવામાં આવી છે. હાલમાં કોર્ટે કાસકરની સાત દિવસની કસ્ટડી EDને સોંપી છે. વાસ્તવમાં  EDએ થાણે કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં  દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની કસ્ટડીની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દાઉદ અને તેના સહયોગીઓ વિરુદ્ધ ચાલી રહેલા કેસોની તપાસ માટે આમ કરવું જરૂરી છે.


ઇડીની અરજી થાણે કોર્ટે સ્વીકારી હતી. બાદમાં કાસકરની કસ્ટડી થાણે જેલમાંથી લેવામાં આવી હતી. ત્યારબાદ તેને મુંબઈની પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહીંથી ઇડીના અધિકારીઓએ તેની કસ્ટોડિયલ રિમાન્ડની માંગણી કરી હતી જેને કોર્ટે મંજૂર કરી હતી. ઈકબાલની ધરપકડ કર્યા બાદ ઈડી તેને જેજે હોસ્પિટલ ગઈ હતી. ત્યાં ચેકઅપ બાદ હવે તેને પીએમએલએ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો.






2017માં નોંધાયેલા ત્રણ કેસને કારણે કાસકર હાલમાં જેલમાં બંધ છે. આ કેસ છેડતી સાથે સંબંધિત છે. જેમાં કાસકર પર MCOCA (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) લગાવવામાં આવ્યો છે. ઈકબાલ કાસકર પર તેના ભાઈ દાઉદ સાથે મળીને ગેંગ ચલાવવાનો આરોપ છે. કાસકર મુંબઈમાં ડી કંપનીના ગેરકાયદેસર ધંધાઓનું ધ્યાન રાખતો હતો.


એક અહેવાલ અનુસાર, દાઉદ ઈબ્રાહિમની ગેંગ ડી કંપની ભારતમાં સક્રિય છે અને અહીં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરવાનું કાવતરુ રચી રહી છે. કરાચીમાં છુપાયેલો દાઉદ તેના ભાગીદાર છોટા શકીલ અને અન્ય ભાઈ અનીસ ઈબ્રાહિમની મદદથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હવાલા, ગેરકાયદે સટ્ટાબાજી, રિયલ એસ્ટેટનો ધંધો કરતો હોવાનું પણ બહાર આવ્યું હતું.


 


Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી


DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી


Pegasus Spyware: પેગાસસ સોફ્ટવેર જાસૂસી કેવી રીતે પકડવામાં આવી? હવે આટલા મોટા રહસ્યનો પર્દાફાશ થયો છે


IT Jobs: સારા સમાચાર! IT કંપનીઓ માર્ચ સુધીમાં 3.6 લાખ નવી નોકરીઓ આપશે, જાણો કયા રિપોર્ટમાં થયો દાવો