Praveen Sood CBI's Chief: કર્ણાટકના વર્તમાન પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રવીણ સૂદને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના આગામી ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈના વર્તમાન વડા સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ સૂદ 25 મેના રોજ ચાર્જ સંભાળશે. ડીજીપી સૂદ કર્ણાટક કેડરના 1986 બેચના આઈપીએસ અધિકારી છે.


ડીજીપી સૂદ રહ્યાં ચર્ચામાં


ડીજીપી પ્રવીણ સૂદ માર્ચમાં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે તેમના પર રાજ્યની ભાજપ સરકારને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શિવકુમારે રાજ્યના પોલીસ મહાનિર્દેશકની ધરપકડની માંગ કરી હતી અને દાવો કર્યો હતો કે, તેઓ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કેસ નોંધી રહ્યા છે.


ધ હિંદુએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની પેનલે સૂદની પસંદગી કરી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, અધીર રંજન ચૌધરીએ સૂદની ભલામણ સામે અસંમતિ નોંધ રજૂ કરી હતી. કારણ કે, તેઓ ટોચની CBI પોસ્ટ માટે શોર્ટલિસ્ટ કરાયેલા અધિકારીઓની મૂળ પેનલમાં નહોતા અને છેલ્લી ક્ષણે તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


અખબારે એમ પણ લખ્યું છે કે, સીબીઆઈ ડાયરેક્ટરના નામોની પસંદગી માટે પેનલની બેઠક 13 મે, શનિવારે થઈ હતી. આ દિવસે જ કર્ણાટક રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જંગી જીત મેળવી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, કેન્દ્ર સરકારે હજુ સુધી સીબીઆઈ ચીફ સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ વધારવા અંગે કોઈ નિર્ણય લીધો નથી, જેમનો કાર્યકાળ 25 મેના રોજ પૂરો થઈ રહ્યો છે. દિલ્હીમાં ચાર્જ સંભાળતા પહેલા તેઓ મહારાષ્ટ્રના ડીજીપી હતા. અખબારે એમ પણ લખ્યું છે કે, સૂદ આ પદની રેસમાં સૌથી આગળ હતા.


Oxfam India: CBIએ Oxfam India વિરુદ્ધ દાખલ કર્યો કેસ, વિદેશી ફંડિંગમાં ઉલ્લંઘનનો આરોપ


સીબીઆઈએ ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ) ના કથિત ઉલ્લંઘન બદલ ઓક્સફેમ ઈન્ડિયા સામે એફઆઈઆર નોંધી છે. અધિકારીઓએ બુધવારે (19 એપ્રિલ) આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઈએ દિલ્હીમાં ઓક્સફેમ ઈન્ડિયાની ઓફિસ પર દરોડા પાડ્યા છે. સીબીઆઈએ કહ્યું કે તેણે ગૃહ મંત્રાલયની ફરિયાદ પર કાર્યવાહી કરી છે જેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં ઓક્સફેમ ઈન્ડિયાનું એફસીઆરએ લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું.