આ વર્ષે રવીશ કુમાર સિવાય આ સન્માન મ્યાનમારના કો સ્વે વિન, થાઇલેન્ડની અંગખાના નીલાપજીત, ફિલિપીન્સના રેમુંડો પુંજાંતે કૈયાબ અને દક્ષિણ કોરિયાના કિમ જોંગ-કીને પણ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે ફિલિપીન્સના રાષ્ટ્રપતિ રેમન મૈગ્સેસની સ્મૃતિમાં આપનાર આ સન્માન દર વર્ષે પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે.
એવોર્ડ ફાઉન્ડેશનને રવીશ કુમારના કાર્યક્રમ પ્રાઇમ ટાઇમને સામાન્ય લોકોની વાસ્તવિક લાઇફની મુશ્કેલીઓ સાથે જોડનાર ગણાવી કહ્યું કે, જો તમે લોકોનો અવાજ બનો છો ત્યારે તમે એક પત્રકાર છો. એવોર્ડ વિજેતાઓને 31 ઓગસ્ટ 2019ના રોજ આયોજીત થનારા સતાવાર સમારોહમાં એવોર્ડ પ્રદાન કરવામાં આવશે. 1957માં શરૂ થયેલા આ એવોર્ડને એશિયાનો સર્વોચ્ચ એવોર્ડ માનવામાં આવે છે.