નવી દિલ્લી: સીબીઆઈનું એંટી કરપ્શન યુનિટે ભૂપેંદ્ર સિંહ હુડ્ડાના ઘર સહિત 20 જગ્યા પર રેડ કરી છે. તેમાં હુડ્ડાના રોહતક સ્થિત ઘરની સાથે ત્રણ ગુડગાંવ, 9 દિલ્લી, 3 ચંદીગઢ અને 3 પંચકુલાની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ કેસમાં હુડ્ડાની સાથે છતર સિંહ, એમએલ દયાલ અને એસબી ઢિલ્લનની જગ્યાઓ ઉપર રેડ કરવામાં આવી છે.
ગત વર્ષે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. માનેસરમાં કોંગ્રેસ સરકારે લગભગ 972 એકર જમીનની વહેંચણી કરી ડીએલએફ અને અમુક બિલ્ડરોને આપવાના કેસમાં રાજ્ય સરકારે તપાસનો આદેશ આપ્યો હતો. રાજ્યમાં બીજેપીની સરકાર બન્યા પછી મુખ્યમંત્રી મનોહર લાલ કટ્ટરે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો.
જો કે, કોંગ્રેસની તત્કાલિન હુડ્ડા સરકારના કાર્યકાળ દરમિયાન લગભગ 900 એકર જમીનની વહેંચણી કરી બિલ્ડરોને આપવામાં આવી હતી. આરોપ એવો પણ છે કે સરકારે કીંમતી જમીનને બિલ્ડરોને અડધી કિંમતે વેંચી નાંખી હતી. કોર્ટના કઠેરામાં ઉભેલી હુડ્ડા સરકાર પર જમીનની વહેંચણી અને બિલ્ડરોને વેચાણ મામલે જમીનના વાસ્તવિક માલિકોને 1500 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. તે કારણોથી બિલ્ડર્સ સીબીઆઈ તપાસનો વિરોધ કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેબરે રાજ્ય સરકારની અનુશંસા પર સીબીઆઈએ હરિયાણા સરકારના અધિકારીઓ અને પ્રાઈવેટ બિલ્ડર્સ વિરુદ્ધ જમીન વહેંચણીમાં કથિત અનિયમિતતાને લઈને કેસ નોંધાયો હતો. કેસ અનુસાર હરિયાણા સરકારના ઑફિસર્સ અને પ્રાઈવેટ બિલ્ડર્સ વચ્ચે સંબંધ રહ્યા હતા. હરિયાણા સરકારે આઈએમટી માનેસરની સ્થાપના માટે 912 એકર જમીનની વહેંચણી કરવા માટે માનેસર, નૌરંગપુર અને લખનૌલાના ગ્રામીણોને સેક્શન 4,6 અને 9ને નોટિસ આપવામાં આવી હતી.