દેહરાદુનઃ ગૌમાંસના વેચાણમાં ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન પર હોવાનો દાવો કરતા દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ આજે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ગાયની પૂજા કરતા દેશની સરકાર તેનું માંસ વેચીને વિદેશી હુંડિયામણ કમાવવામાં લાગી છે.

ગૌમાંસના વેચાણ પર વિદેશી હુંડિયામણ કમાવામાં લાગી છે સરકાર

હરિદ્વારમાં એક કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કરતાં શંકરાચાર્યએ કહ્યું કે, દેશના ઘણાં રાજ્યમાં ગૌહત્યા પર પ્રતિબંધ છે પરંતુ તેમ છતાં આજે દેશ વિશ્વમાં ગૌમંસના વેચાણમાં પ્રથમ સ્થાન પર છે. આ દુર્ભાગ્ય છે કે જે દેશના લોકો ગાયને માતા સમજે છે અને તેની પૂજા કરે છે એ જ દેશની સરકાર ગૌમાંસના વેચાણ દ્વારા વિદેશી હુંડિયામણ કમાવવામાં લાગી છે.

પીએમ મોદી પર સાધ્યું નિશાન

ધર્મગુરૂએ એ પણ કહ્યું કે, ગાયનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે અને સરકાર ગામડે ગામડે ગોચરની જમીન બિલ્ડરો, ઉદ્યોગપતિઓ તથા અન્ય લોકોને વેચી રહી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગા્યો કે તે ગૌ-રક્ષકોનં અપમાન કરે છે અને તેને ગુંડા અને નકલી ગૌ-રક્ષક કહે છે.

સ્માર્ટ સિટીને લઈને પણ સાધ્યું નિશાન

શંકરાચાર્યએ કહ્યું કે, દેશમાં ચૂંટવામાં આવેલ સરકાર છે પરંતુ તે લોકોના હિતનું ધ્યાન રાખવાની જગ્યાએ રૂપિયા કમાવામાં લાગી છે. સ્માર્ટ સિટીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, શંકરાચાર્યએ કહ્યું કે આવા શહેરોનો શું મતલબ છે, જ્યાં ગાય માટે કોઈ સ્થાન ન હોય. તેમણે સરકાર દ્વારા દેશની મુખ્ય નદીઓમાં ડેમ બનાવીને અને તેમાંથી વીજળી ઉત્પન્ન કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે, તેનાથી નદીઓનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે.

શુદ્ધ અનાજ અને પાણી ઉપલબ્ધ કરાવવામાં સરકાર નિષ્ફળ- શંકરાચાર્ય

શંકરાચાર્યએ કહ્યું કે, દેશનો વિકાસ થવો જોઈએ પરંતુ અમારી પ્રાથમિકતા દેશવાસીઓને શુદ્ધ અનાજ અને પાણી ઉપલબ્ધ કરાવવા જોઈએ જે આપણી સરકાર યોગ્ય રીતે નથી કરી શકી. તેમણે કહ્યું કે, આજે આધુનિક ખેતીના નામ પર રાસાયણિક ખાધના પ્રયોગ કરીને પાક લેવામાં આવી રહ્યો છે જ્યારે ગૌ માતાના છાણના ખાદથી ઉત્પન્ન અનાજ શુદ્ધ હોવાની સાથે પોષક તત્વોથી ભરપુર હોય છે. જોકે, સરકારનું ધ્યાન આ વાતો પર નથી.