CBSE 10th Result 2021: સીબીએસઇ 10માં ધોરણનુ પરિણામ આજે જાહેર થઇ રહ્યું છે, ધોરણ 10માંના 18 લાખ વિદ્યાર્થીઓનો ઇન્તજાર આજે ખતમ થવા જઇ રહ્યો છે. સીબીએસઇ 10માં ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુશીનો દિવસ છે. સીબીએસઇ બોર્ડ 10માનુ પરિણામ આજે બપોરે 12 વાગે જાહેર કરશે, બોર્ડે આ કન્ફોર્મ કરી દીધુ છે. 


ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે સીબીએસઇ બોર્ડે 10માની પરીક્ષા રદ્દ કરી દીધી હતી, જેનુ પરિણામ હજુ જાહેર નથી થયુ. સીબીએસઇ 10માં દેશભરના લગભગ 18 લાખ વિદ્યાર્થીઓઓ છે, જેમને રિઝલ્ટનો ઇન્તજાર છે. 


સીબીએસઇ અનુસાર, સીબીએસઇ 10ની બોર્ડ પરીક્ષા 2021ની પ્રત્યેક વિષય માટે મેક્સિમમ 100 માર્ક્સનુ મૂલ્યાંકન કરવામાં આવશે. આમાં 20 માર્ક્સ વધારના મૂલ્યાંકન માટે અને 80 માર્ક્સ વર્ષના અંતમાં બોર્ડ પરીક્ષા માટે એકઠા કરવામાં આવશે. 


 






CBSE 10th Result 2021: 10ના વિદ્યાર્થીઓ આ રીતે ચેક કરો પોતાનો રૉલ નંબર... 
- સૌથી પહેલા અધિકારિક વેબસાઇટ cbse.gov.in પર જાઓ. 
- હૉમ પેજ પર આપવામા આવેલા ‘રૉલ નંબર ફાઇન્ડર 2021’ની લિન્ક પર ક્લિક કરો.
- નવુ પેજ ખુલવા પર માંગવામાં આવેલી જાણકારી નોંધો. 
- સીબીએસઇ 10માં રૉલ નંબર જાણવા માટે ‘Search Data’ પર ક્લિક કરો. 
- હવે 10માંનો રૉલ નંબર તમારી સ્ક્રીન પર આવી જશે