સીબીએસઈ પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે કહ્યું કે, જો 12માં ધોરણના વિદ્યાર્થી વૈકલ્પિક પરીક્ષાઓમાં જોડાયા હશે તો મળેક માર્ક્સને અંતિમ સ્કોર ગણવામાં આવશે. સીબીએસઈ અને આઈસીએસઈએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, બોર્ડ પરીક્ષાઓના પરિણામ મધ્ય જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે.
એક દિવસ પહેલા માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને સીબીએસઈએ સુપ્રીમ કોર્ટમાં થયેલ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, સીબીએસઈની એક જુલાઈથી 15 જુલાઈની વચ્ચે થનારી 12માં ધોરણી પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.