પટનાઃ બિહાર અને ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદની સાથે વીજળી પડવાને કારણે 110 લોકોના મોત થયા છે. જ્યારે ઓછામાં ઓછા 32 લોકો ઘાયલ થયા છે અને વ્યાપક સ્તર પર સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. પટના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તરફથી બહાર પાડવામરાં આવેલ આંકડા અનુસાર બુધવારથી અત્યાર સુધી રાજ્યમાં વીજળી પડવાથી 83 લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું કે, આ ઘટાનાઓમાં 20થી વધારે લોકો ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારના કેટલાક વિસ્તારની વીજળી પડવાથી અનેક લોકોના જીવ ગયા તેના પર દુખ વ્યક્ત કર્યું અને આજે પાર્ટી કાર્યકર્તાઓને પ્રભાવિત પરિવારની દરેક શક્ય મદદ કરવા માટે કહ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘બિહારમાં વીજળી પડવાથી 83 લોકનોા મોતના સમાચાર સાંભળીને સ્તબ્ધ છું. ભગવાન તેમના પ્રિયજનોને આ દુખને સહન કરવાની શક્તિ આપે. કોંગ્રેસ કાર્યકર્તાઓને મારી અપીલ છે કે તે પીડિત પરિવારોની દરેક શક્ય મદદ કરે.’

જ્યારે લખનઉમાં અધિકારીઓએ જણાવ્યું કે, યૂપીમાં ગુરુવારે વીજળી પડવાથી ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે અને 12 ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે, બુધવારે વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા હતા.

મુખ્યમંત્રી નીતીશ કુમારે વીજળીથી મરનારા લોકો પ્રત્યે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, આફતના આ સમયે તે પ્રભાવિત પરિવારોની સાથે છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને તાત્કાલીક ચાર-ચાર લાખ રૂપિયાની મદદ કરવાના આદેશ આપ્યા છે.