CBSE Board Exams 2021: CBSE બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી યોજાશે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Dec 2020 06:35 PM (IST)
પરીક્ષાનું રિઝલ્ટ 15 જુલાઈ સુધી જાહેર કરવામાં આવી શકે છે. શિક્ષણમંત્રીએ ટ્વિટરના માધ્યમથી પરીક્ષા તારીખની જાહેરાત કરી છે.
નવી દિલ્હી: CBSE બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે નિશંકએ લાઈવ સેશન દરમિયાન સ્પષ્ટ કરી દીધું છે કે, સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ 4 મે થી 10 જૂન 2021 સુધીમાં યોજાશે. પરિણામ 15 જુલાઈ સુધી જાહેર કરવામાં આવી શકે છે. શિક્ષણમંત્રીએ ટ્વિટરના માધ્યમથી પરીક્ષા તારીખની જાહેરાત કરી છે. બીજી એક મહત્વની જાણકારી આપતા તેમણે કહ્યું કે, પ્રેક્ટિકલ પરીક્ષા 1 માર્ચ 2021થી શરુ થશે. થોડા સમય બાદ પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે. શિક્ષણ મંત્રીએ થોડા દિવસ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે, 31 ડિસેમ્બર 2020ના રોજ CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખની જાહેરાત કરવામાં આવશે.