નવી દિલ્હી: કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓની ડેટશીટમાં ફેરફાર કર્યો છે. બોર્ડે નવી તારીખોની જાણકારી પોતાની વેબસાઈટ પર અપલોડ કરી છે. સીબીએસઈની 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ 4મેથી 1 જૂન વચ્ચે યોજાશે.


નવી ડેટાશીટમાં ઘણા બદલાવ છે. 12 ફિઝિક્સ અને અપ્લાઈડ ફિઝિક્સ જેવી પરીક્ષા જે પહેલા 13 મેના થોજાવાની હતી હવે 8 જૂને આયોજિત કરવામાં આવશે. ધોરણ 10ની પણ ઘણા વિષયની પરીક્ષાઓની તારીખોમાં બદલવા થયો છે. ધોરણ 10ની ગણિતની પરીક્ષા જે પહેલા 21 મેના રોજ યાજોવાની હતી હવે તે 2 જૂને લેવાશે.

નવી ડેટાશીટ મુજબ 12માં ગણિતની પરીક્ષા જે પહેલા 1 જૂને યોજાવાની હતી હવે 31 મેના રોજ યોજાશે. 10ના વિદ્યાર્થી હવે 21 મેના સાયન્સની પરીક્ષા આપશે, જ્યારે પહેલા આ દિવસે ગણિતની પરીક્ષા હતી. હવે ગણિતની પરીક્ષા 2 જૂને યોજાશે.

આ વખતે બોર્ડની પરીક્ષાઓ 4 મેથી શરૂ થશે અને 7 જૂને ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 14 જૂને પૂર્ણ થશે. જે પહેલા ધોરણ 12ની પરીક્ષા 11 જૂને પૂર્ણ થવાની હતી.

ધોરણ 10ની નવી ડેટશીટ જોવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 12ની નવી ડેટશીટ જોવા માટે અહીં ક્લિક કરો