TMC Candidates List 2021:પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસે પોતાના 291 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જ્યારે ત્રણ બેઠકો પર સહયોગી પાર્ટી ચૂંટણી લડશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે તેઓ આ વખતે નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડશે. 291 ઉમેદવારોમાં 51 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. મમતા આ વખતે પોતાની વર્તમાન બેઠક ભવાનીપુરથી ચૂંટણી નહી લડે. આ બેઠક પરથી શોભન મુખર્જીને ટિકિટ આપવામાં આવી છે.


294 બેઠકોનું ગણિત

42 બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ
51 બેઠકો પર મહિલાઓને ટિકિટ
ત્રણ બેઠકો પર ટીએમસીની સહયોગી નોર્થ બંગાળને ટિકિટ

પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી 30 બેઠકો પર 27 માર્ચે મતદાન થશે. જ્યારે બીજા તબક્કમાં 30 બેઠકો પર, એક એપ્રિલના ત્રીજા તબક્કા માટે 31 બેઠકો પર મતદાન થશે. ચોથા તબક્કા માટે 6 એપ્રિલે 44 બેઠકો પર, પાંચમાં તબક્કામાં 45 બેઠકો પર 17 એપ્રિલે, છઠ્ઠા તબક્કા માટે 43 બેઠકો પર 22 એપ્રિલ, સાતમાં તબક્કા માટે 36 બેઠકો પર 26 એપ્રિલ અને આઠમાં તબક્કા માટે 29 એપ્રિલે 35 બેઠકો પર મતદાન થશે. 2મેના દિવેસ પરિણામની જાહેરાત કરવામાં આવશે.