પૂંછ સેક્ટર પાસે સરહદ પર પાકે. કર્યો યુદ્ધ વિરામનો ભંગ, પંજાબમાં પણ BSF પોસ્ટ પર ફાયરિંગ
abpasmita.in | 03 Oct 2016 12:03 PM (IST)
પૂંછ: રવિવારે રાત્રે કશ્મીરના બારામુલામાં બીએસએફની ચોકીઓ પર ફિદાયીન હુમલા બાદ સોમવારે પણ પાકિસ્તાન તરફથી સરહદ પર યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે. કશ્મીરના પૂંછના શાહાપુર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઈ રહ્યું હોવાના અહેવાલ છે. ઉપરાંત પંજાબના ગુદાસપુરમાં બીએસએફની પોસ્ટ પર સોમવારે સવારે ફાયરિંગ કરાયું હતું.