પાકિસ્તાને ફરી સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન, નૌશેરામાં ગોળીબાર, 1 ભારતીય જવાન શહીદ
abpasmita.in | 08 Nov 2016 05:20 PM (IST)
શ્રીનગર: પાકિસ્તાને એકવાર ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન પોતાની હરકતો સુધારતી નથી. મંગળવારે ફરી પાકિસ્તાન તરફથી પુંછના કેજી સેક્ટરમાં ભીષણ ગોળીબારી કરી હતી. જાણકારોના મતે, બપોરે લગભગ 1.45 વાગ્યાથી 120 એમએણના મોર્ટાર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાન સામે ગોળીબારીનો મૂંહતોડ જવાબ આપ્યો હતો. આ તમામ વાતો વચ્ચે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ગોળીબારીમાં એક ભારતીય જવાન શહીદ થયો છે. તે પહેલા પોલીસ અધિકારીએ જાણકારી આપતા જણાવ્યું કે ફાયરિંગમાં બે જવાન ઘાયલ થયા છે. નૌશેરા સેક્ટરમાં સ્થાનીક લોકોએ મોર્ટાર શેલને દેખાડ્યા જે પાકિસ્તાન તરફથી ફેંકવામાં આવ્યા હતા.