ઉરી હુમલા બાદ ભારત-પાકિસ્તાનનાં સંબંદોમાં કડવાશ વધવા છતાં પાડોશી દેશ સુધરવાનું નામ નથી લેતો. બુધવારે સાંજે જમ્મુ કાશ્મીરના શૌજિયા વિસ્તારમાં એલઓસી પર પાકિસ્તાન તરફતી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.
તેના જવાબમાં ભારત તરફતી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં બન્ને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. આપહેલા વિતેલા બુધવારે પણ પાકિસ્તાન તરફતી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય પોસ્ટ પર અંદાજે 20 મિનિટ સુધી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.