મથુરા: ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે- કાકા ભત્રીજાની સરકાર રાજ્યનો વિકાસ રુંધી રહ્યા છે. વિતેલા વર્ષોમાં અન્ય રાજ્યો ક્યાંથી ક્યાં પહોંચી ગયા અને ઉત્તર પ્રદેશ જ્યાં હતું ત્યાંજ છે. કેંદ્રની સરકાર દરેક 15 દિવસમાં ગરીબો માટે યોજના બનાવી રહ્યું છે. જો રાજ્યમાં અમારી બની તો ગરીબોની હશે.
અમિત શાહ મથુરાના દીનદયાલ ધામમાં આયોજિત દીનદયાલ જન્મજંયતી સમારોહમાં બોલી રહ્યા હતા. તેમને કહ્યું કે દીનદયાલની નીતિઓ ઉપર ચાલીને જ કેંદ્રમાં બીજેપીની સરકાર બની છે. દીનદયાલ અને શ્યામા પ્રસાદે જનસંઘ બનાવ્યો હતો. દીનદયાલની નીતિઓ પર 13 રાજ્ય સરકારો ચાલી રહી છે. દીનદયાલનો જન્મ ખૂબજ ગરીબ પરિવારમાં થયો હતો.
કાર્યક્રમમાં બીજેપી યૂપી પ્રમુખ કેશવ પ્રસાદ મૌર્યા અને સાંસદ હેમા માલિની અને પ્રમુખ ભાજપા નેતા આગેવાની કરી રહ્યા હતા. અહીં આસપાસના વિસ્તારો મસલન ફરહ, મથુરા, આગરા, ફિરોઝાબાદ, હાથરસ અને અલીગઢથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા હતા.