પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ TMC ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ટીએમસી કુલ 294 બેઠકોમાંથી 291 બેઠકો પર ચૂંટણી લડશે. પાર્ટીએ દાર્જિંલિંગની ત્રણ બેઠકો ગઠબંધન સહયોગીને આપવાનો નિર્ણય કર્યો છે.
મમતા બેનર્જીએ કહ્યું કે હું નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીશ, જ્યારે શોભનદેવ ચટ્ટોપાધ્યાય ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડશે. ગત વિધાનસભા ચૂંટણીમાં મમતા ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.
મમતા બેનર્જીએ ઘણા ખેલાડીઓ અને અભિનેતા-અભિનેત્રીઓને ટિકિટ આપી છે. ક્રિકેટર મનોજ તિવારી હાવડાની શિવપુરથી ચૂંટણી લડશે. (TMC Celebrity Candidates Name Full List West Bengal Elections 2021 )
- એક્ટ્રેસ સાયન્તિકાને ટિકિટ
- એક્ટ્રેસ લવલી મોઈત્રાને ટિકિટ
-એક્ટ્રેસ જૂન માલિયાને પણ ટિકિટ
- ક્રિકેટર મનોજ તિવારીને હાવડાના શિવપુરથી ટિકિટ
- રાશબિહારી કેંદ્રથી ચૂંટણી લડશે દેબાશીષ કુમાર
- બૈરકપુરથી ચૂંટણી લડશે ફિલ્મ નિર્દેશક રાજ ચક્રવર્તી
- બેલગાછિયાથી અતીન ધોષને ટિકિટ
- પૂર્વ ફુટબોલર વિદેશ બોસ ઉલુબેરિયાથી ચૂંટણી લડશે.
- એક્ટ્રેસ સાયની ઘોષ અને એક્ટર સોહમ ચક્રવર્તીને ટિકિટ
- ભાજપમાં સાામેલ થયેલા પૂર્વ મેયર શોવન ચેટર્જીની પત્ની રત્ના ચેટર્જીને ટિકિટ બેહાલ પૂર્વથી
- મદન મિત્ર કામર હાટીથી ચૂંટણી લડશે.
- વિધાનનગરથી સુજીત બોસ
- જોડા સાંકોથી ચૂંટણી લડશે વિવેક ગુપ્તા
- સોનારપુર દક્ષિણ એક્ટ્રેસ લવલી મોઈત્રા
- એક્ટ્રેસ કૌશાની મુખર્જી- કૃષ્ણનગર ઉતરથી ચૂંટણી લડશે.
- એક્ટર સોહમ - ચંડીપુરથી ચૂંટણી લડશે.
- એક્ટ્રેસ સાયની ઘોષ- આસનસોલ દક્ષિણથી ચૂંટણી લડશે.
- ઝારગ્રામ બીરબહા હાંસદા
TMC Celeb Candidates List: આ ખેલાડીઓ અને એક્ટ્રેસને CM મમતા બેનર્જીએ આપી TMC ની ટિકિટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Mar 2021 04:28 PM (IST)
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ TMC ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ટીએમસી કુલ 294 બેઠકોમાંથી 291 બેઠકો પર ચૂંટણી લડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -