દેશભરમાં વસ્તી ગણતરી  (Census 2027) 2027ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. સરકારે વસ્તીગણતરીની તારીખ 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 સુધી નક્કી કરી છે. સત્તાવાર જાહેરનામા અનુસાર, વસ્તીગણતરી માટેની સંદર્ભ તારીખ 1 માર્ચ 2027ની મધરાતે 12 વાગ્યાની રહેશે. જોકે, હિમવર્ષાથી પ્રભાવિત વિસ્તારો અને ચૂંટણીવાળાં રાજ્યોમાં હાલમાં વસ્તીગણતરી હાથ ધરવામાં આવશે નહીં. આ વિસ્તારો માટેની તારીખો અલગથી જાહેર કરવામાં આવશે.

Continues below advertisement

આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થશે વસ્તીગણતરી

Continues below advertisement

ભારતના વસ્તી ગણતરી કમિશનર મૃત્યુજય કુમાર નારાયણ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર, મણિપુર (આગામી જાહેરાત થાય ત્યાં સુધી), ગોવા, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના હિમવર્ષાથી પ્રભાવિત વિસ્તારોને બાદ કરતાં અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 સુધી વસ્તીગણતરી કામગીરી હાથ ધરવામાં આવશે.

સરકાર શરૂ કરશે ઓનલાઈન પોર્ટલ

વસ્તી ગણતરીની મુખ્ય કામગીરી શરૂ થાય તે પહેલાં સરકાર લોકોને પોતાની વિગતો જાતે નોંધાવવાની સુવિધા આપશે. આ માટે ઓનલાઈન પોર્ટલ 10 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2027 સુધી ખુલ્લું રહેશે. ત્યારબાદ જનગણનાના ડેટાની અંતિમ ચકાસણી અને સુધારા માટે 1 માર્ચથી 5 માર્ચ 2027 સુધી રિવિઝન રાઉન્ડ યોજવામાં આવશે.

વસ્તી ગણતરીને લઈને કોંગ્રેસે સરકાર પર કર્યા આક્ષેપ

ગૃહ મંત્રાલય દ્વારા આ જાહેરનામું એવા સમયે બહાર પાડવામાં આવ્યું છે, જ્યારે કોંગ્રેસે આજે જ આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકાર 2027ની વસ્તીગણતરીની કામગીરી એવી રીતે હાથ ધરવાની તૈયારી કરી રહી છે, જેના દ્વારા નાગરિકતાનું નિર્ધારણ થઈ શકે છે. કોંગ્રેસે આવું કરવું ગેરકાયદેસર ગણાવ્યું છે.

સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આગામી સમયમાં જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, ત્યાં આ સમયગાળા દરમિયાન વસ્તીગણતરી નહીં થાય. જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે. બરફથી ઢંકાયેલા વિસ્તારો જેવા કે લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના બરફવાળા વિસ્તારોને પણ હાલ પૂરતી આ ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.