નવી દિલ્લીઃ કેંદ્ર સરકારે 8 નવેંબરે 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મુકી દીધો હતો. નોટો પરના પ્રતિબધના લીધે લોકોને પોતાના તમામ પ્રકારના કામકાજ મુકીને બેંકો અને ATM ની લાઇનોમાં ઉભા રહેવું પડે છે. લોકોને પડી રહેલી હાલાકીનો પડઘો ગઇ કાલે શરૂ થયેલી સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે પણ પડ્યા હતા. નોટો પરના પ્રતિબંધને લઇને વિરોધ પક્ષે સંસદમાં હંગામો કર્યો હતો. તો પશ્ચિમ બંગાળના મુ્ખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાનીમાં વિરોધ પક્ષોએ રાષ્ટ્રપતીને આવેદન પત્ર આપ્યું હતું.


સરકારના આ નિર્ણયથી સરકારી અને ખીનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો હેરાનગતી અનુભવી રહ્યા છે ત્યારે સરકારે કેંદ્ર સરકારના ગ્રુપ સી ના કર્મચારીઓને રાહત મળે તેવી જાહેરાત કરી છે. ગ્રુપ સી માં આવતા કર્મચારીઓ એડવાંસમાં 10,000 રૂપિયા પોતાની સેલેરી ઉપાડી શકશે. આ સેલેરીને આગળની સેલેરીમાં એડજસ્ટ કરી દેવામાં આવશે. તેમ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.