નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની સોસાયટીમાં નાનું કોવિડ કેર સેન્ટર બનાવવા માગતી રેસિડેન્શિયલ સોસાટીઓ માટે શુક્રવારે ગાઇડલાઇન બહાર પાડી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ માત્ર લક્ષણ વગર અથવા ઓછા લક્ષણવાળા દર્દીઓના કેર માટે જ હશે અને ગંભીર દર્દીઓને તેમાં રાખી શકાશે નહીં. સાથે જ ગાઇડલાઇનમાં સાફ સફાઈ રાખવાની પણ વાત કહેવામાં આવી છે.

RWA અથવા NGO ઉપલબ્ધ કરાવશે સંસાધન

ગાઇડલાઇનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, કોવિડ કેર સેન્ટર એક સમર્પિત સ્વાસ્થ્ય કેન્દ્રની જેમ જ કામ કરશે, જેમાં એ જ સોસાયટીના પરિસરના કોરોના વાયરસથા શંકાસ્પદ, લક્ષણ વગરના દર્દી અને ઓછા લક્ષણ ધરાવતા દર્દીઓને રાખી શકાશે.

તેને RWA, રેસિડેન્શિયલ સોસાાયટી અને એનજીઓના સંશાધનનો ઉપયોગ કરી બનાવી શકાશે.

ગંભીર બીમાર દર્દીનો રાખવામાં નહીં આવે

ગાઇડલાઇનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, “આ સુવિધા વૃદ્ધ રોગી, બાળકો (10 વર્ષથી ઓછી ઉંમર), ગર્ભવતી/સ્તનપાન કરાવતી મહિલાઓ, અન્ય બીમારીઓ (ડાયાબીટીસ, હાઈ બીપી, હૃદય રોગ, કિડનીની બીમારી, શ્વાસની જૂની બીમારી, કેન્સર) અને નબળી રોગપ્રતિકારક શક્તિવાળા દર્દીઓ માટે નથી. તેમને યોગ્ય કોવિડ કેર સ્વાસ્થ્ય સુવિધામાં દાખલ કરવામાં આવશે.

ઉપરાંત ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, આ કેર સેન્ટર, સોસાયટીના કોમ્યુનિટી હોલ અથવા કોઈપણ એવા ફ્લેટમાં હોવું જોઈએ જે રેસિડેન્શિયલ મકાનોથી અલગ છે. સાથે જ તેમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટ પણ છે.

સાથે જ તેમાં લગાવવામાં આવેલ બેડની વચ્ચે 3 ફુટનું અંદર હોવું જોઈએ અને એન્ટ્રી પર સેનેટાઈઝર રાખવામાં રહેશે અને થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા પણ હોવી જોઈએ.