દિલ્હી:  કેંદ્ર સરકાર હોળી પહેલા કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. કેંદ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થઈ શકે છે.  હાલમાં કેંદ્રના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 38 ટકા છે. જે વધારી 42 ટકા થઈ શકે છે. એટલે કે ચાર ટકાનો વધારો કરી શકે છે. નાણા મંત્રાલય કેંદ્રીય કેબિનેટ સમક્ષ પ્રસ્તાવ રજૂ કરશે. જો મંજૂરી વધશે તો 1 જાન્યુઆરી 2023થી વધારા સાથેનું મોંઘવારી ભથ્થુ લાગુ થઈ જશે. 


કેન્દ્ર સરકાર તેના એક કરોડથી વધારે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાને (DA)ને 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકે છે. કર્મચારીઓ અને પેન્શનદારો માટે મોંધવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા દર મહિને જાહેર કરવામાં આવતા ઔદ્યોગિક કામદારો માટેના જાહેર ગ્રાહક ભાવના સૂચકાંકના આધાર પર કરવામાં આવે છે. 


ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, ‘ડિસેમ્બર 2022 માટે સીપીઆઈ-આઈડબલ્યૂ 31 જાન્યુઆરી 2023એ જાહેર કરવામાં આવ્યુ હતું. તેના હિસાબથી મોંઘવારી ભથ્થામાં 4.23 ટકાનો વધારો થવો જોઈએ. પરંતુ સરકાર ડિએમાં દશાંશ બિંદુ પછી સંખ્યા વધારતી નથી. આ પ્રકારે ડીએને 4 ટકા વધારીને 42 ટકા કરવાની શક્યતા છે.’


તેમણે આગળ જણાવ્યુ કે, નાણા મંત્રાલય પોતાના ખર્ચને ધ્યાનમાં રાખતા DA વધારવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરશે અને કેન્દ્રીય મંત્રિમંડળના સમક્ષ મંજૂરી માટે મૂકશે. DA વધારો 1 જાન્યુઆરી 2023થી પ્રભાવી થશે. વર્તમાનમાં એક કરોડથી વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 38 ટકા મોંઘવારી ભથ્થુ મળી રહ્યું છે. DAમાં ગત સંશોધન 28 ડિસેમ્બર. 2022માં કરવામાં આવ્યુ હતું. જે 1 જુલાઈ, 2022થી પ્રભાવી થશે.


શું હોય છે મોંઘવારી ભથ્થું


વર્તમાન કર્મચારીઓને સરકાર મોંઘવારી ભથ્થુ અને પેન્શનધારકોને મોંઘવારી રાહત એટલે કે ડીઆર આપે છે. આવું વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ એક વર્ષમાં 2 વાર થાય છે. રાજ્ય સરકારના કર્મચારીઓનું DA ત્યાંની સરકાર પોતાના સ્તર પ્રમાણે વધારે છે. ગત વર્ષે મોંઘવારી બહુ જ વધી જવાના કારણે ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને ઘણા રાજ્યોએ તેના કર્મચારીઓના DAમાં વધારો કર્યો હતો. સાથે જ કેન્દ્રએ પણ આમાં વધારો કરતા કર્મચારીઓને ખુશખબરી આપી હતી. 


કેન્દ્ર સરકાર તેના એક કરોડથી વધારે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાને (DA)ને 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકે છે.