PIB ફેક્ટ ચેક અનુસાર, એક YouTube વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર ‘જીવન લક્ષ્ય યોજના’ નામની સ્કીમ ચલાવી રહી છે. આ સ્કીમ અંતર્ગત તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના બેન્ક ખાતમાં 7 લાખ રૂપિયાની રકમ જમા કરાવવામાં આવી રહી છે. પરંતુ આ દાવો નકલી છે. કેન્દ્ર સરકાર એવી કોઇ યોજના નથી ચલાવી રહી.
આવા નકલી ન્યૂઝથી બચો
આ પહેલા PIB ફેક્ટ ચેકે કન્યા સન્માન યોજના નામની નકલી સ્કીમને લઇને કરવામાં આવી રહેલા દાવાની સચ્ચાઇ બતાવી હતી. ખરેખરમાં એક અન્ય YouTube વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તમામ દીકરીઓના બેન્ક ખાતામાં ‘કન્યા સન્માન યોજના’ અંતર્ગત પ્રતિ માસ 2,500 રૂપિયાની રકમ જમા કરાવી રહી છે, પરંતુ આ દાવો પણ નકલી છે અને કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઇ યોજના નથી ચલાવવામાં આવી રહી.