કોરોના વેક્સિનને લઈને નવા વર્ષે અમેરિકાથી સૌથી સુખદ સમાચાર મળ્યા છે. ડિસેમ્બરના અંત પહેલા અમેરિકાના માર્કેટમાં આવી શકે છે મોડર્ના કંપનીની કોરોના વેક્સિન. અમેરિકન લોકો માટે આ વેક્સિનના બે કરોડ ડોઝ તૈયાર થઈ જશે.


આ વેક્સિનું 30 હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું. જેની 94 ટકા કરતા પણ વધુ સરકારકતા જોવા મળી હોવાનો મોડર્નાના અધ્યક્ષ ડૉ. સ્ટીફન હોજે દાવો કર્યો છે.

મોડર્ના એ જણાવ્યું હતું કે જાહેર કરેલા પ્રારંભિક ડેટા મુજબ તેમની એન્ટી- કોરોના વાયરસ રસી 94.5 ટકા જેટલી અકસીર પુરવાર થઈ છે. મહત્વનું છે કે આના એક અઠવાડિયા પહેલા, હરીફ કંપની ફાઇઝર ઇન્ક. દ્વારા પણ તેની રસી 90 ટકા જેટલી અસરકારક હોવાનું જાહેર કરાયું હતું.

એવું માનવામાં આવે છે કે આવતા વર્ષના પ્રારંભમાં, કોરોનાની એક અથવા બીજી રસી બજારમાં ઉપલબ્ધ થશે. પરંતુ, આ દરમિયાન, રસી બનાવતી ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જો રસી બનાવવામાં આવે તો પણ તેની અસર માપવામાં સમય લાગશે. સંક્રમણના કેસો તરત જ ઘટશે નહીં.

મોડર્નાના અધ્યક્ષ ડો. સ્ટીફન હોજે તેનું સ્વાગત કર્યું અને કહ્યું કે બે જુદી જુદી કંપનીઓના સમાન પરિણામો એકદમ આશ્વાસન આપે છે. તેમણે કહ્યું કે આપણે બધાએ આશા રાખવી જોઈએ કે આ રોગચાળો રોકવામાં કોઈ રસી ખરેખર સફળ થવાની છે.