કોરોના સંકટમાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પીએમ કેયર્સ ફંડ દ્વારા કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા બાળકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. દેશમાં કોરોનાના કારણે અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આવા બાળકોને PM કેર ફંડમાંથી 10 લાખની મદદ કરાશે. તેમનો ભણવાનો ખર્ચ પણ આ ફંડમાંથી અપાશે. 18 વર્ષની ઉંમર સુધી દર મહિને આર્થિક મદદ કરાશે.આ ઉપરાંત બાળકની ઉંમર 23 વર્ષ થશે ત્યારે 10 લાખની સહાય અપાશે.


પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં જણાવાયું છે કે, પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રનના સૌજન્યથી કોવિડ અસરગ્રસ્ત બાળકોના સમર્થન અને સશક્તિકરણ માટે પગલા લેવામાં આવ્યા છે, કોવિડને કારણે તેમના માતાપિતાને ગુમાવનારા સરકારની સાથે સરકાર ઊભી છે. આવા બાળકોને 18 વર્ષની ઉંમરે માસિક સ્ટાઈપેન્ડ અને 23 વર્ષની ઉંમરે પીએમ કેયર્સમાંથી 10 લાખ રૂપિયાનું ફંડ મળશે.


કોવિડને કારણે  માતાપિતાને ગુમાવનારા બાળકો માટે મફત શિક્ષણની ખાતરી કરવામાં આવશે. બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શિક્ષણ લોન લેવામાં સહાય કરવામાં આવશે અને પીએમ કેયર્સ લોન પર વ્યાજ ચૂકવશે. આયુષ્માન ભારત હેઠળ બાળકોને 18 વર્ષ સુધી 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય વીમો મળશે અને પ્રીમિયમ પીએમ કેયર્સ દ્વારા ચૂકવશે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ જણાવ્યું કે, બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને અમે બાળકોના સમર્થન અને સુરક્ષા માટે બધુ જ કરી છૂટવા તૈયાર છીએ. એક સમાજના રૂપમાં આ અમારું કર્તવ્ય છે કે, અમે બાળકોનું સારસંભાળ રાખીએ.


ગઈકાલે કોરોનાથી 3617 લોકોના મોત


સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોનાથી બે કરોડ 51 લાખ 78 હજાર 11 લોકો ઠીક થયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 90.80 ટકા થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ હવે 9.84 ટકા થઈ ગયો છે જે સતત વિતેલા પાંચ દિવસમાં દસ ટકાથી ઓછો છે. દેશમાં ગઈકાલે કોરોનાથી 3617 લોકોના મોત થયા છે.


દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. જોકે હવે ધીમે ધીમે નવા કેસની સંખ્યા ઘટી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,73790 લાખ કેસ સામે આવ્યા છે જે 45 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં વિતેલા 24 કલાકમાં બે લાખ 84 હજાર 601 દર્દી ઠીક થયા છે.