Lateral Entry Controversy: યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી અંગેની ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે લેટરલ એન્ટ્રીની જાહેરાત પર રોક લગાવી દીધી છે. આ સંબંધમાં કાર્મિક મંત્રીએ UPSC અધ્યક્ષને પત્ર લખ્યો છે. વડાપ્રધાન મોદીના નિર્દેશ પર સીધી ભરતી માટેની જાહેરાતો પર રોક લગાવી દેવામાં આવી છે. 






કર્મચારી અને તાલીમ વિભાગના મંત્રી જિતેન્દ્ર સિંહે 'યુનિયન પબ્લિક સર્વિસ કમિશન' (UPSC) ને એક પત્ર લખ્યો છે, જેમાં લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીની જાહેરાતને રદ કરવા વિનંતી કરવામાં આવી છે. જિતેન્દ્ર સિંહે આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ લખ્યો છે. લેટરલ એન્ટ્રી દ્વારા નિમણૂંકની જાહેરાત બાદ વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો હતો.


વાસ્તવમાં 18 ઓગસ્ટના રોજ યુપીએસસીએ વિવિધ મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી, ડિરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીની જગ્યાઓ પર 45 નિષ્ણાતોની નિમણૂક કરવા માટે ભરતી હાથ ધરી હતી. આ ભરતીઓ લેટરલ એન્ટ્રી દ્વારા થવાની હતી. જો કે વિપક્ષે આ અંગે હોબાળો મચાવ્યો હતો અને સરકારના આ પગલાને અનામત છીનવી લેવાની વ્યવસ્થા ગણાવી હતી. લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી મારફતે ખાનગી ક્ષેત્રના લોકોને પણ મંત્રાલયોમાં મહત્વના હોદ્દા પર કામ કરવાની તક મળે છે.


લેટરલ એન્ટ્રી દ્વારા નિયુક્ત કેટલા લોકો સરકારી મંત્રાલયોમાં કામ કરે છે?


કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે 9 ઓગસ્ટ, 2024ના રોજ રાજ્યસભામાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં લેટરલ એન્ટ્રી દ્વારા 63 પદો પર નિમણૂકો કરવામાં આવી છે. તેમાંથી હાલમાં 57 અધિકારીઓ જુદા જુદા મંત્રાલયો અને વિભાગોમાં જોઈન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીના પદ પર કામ કરી રહ્યા છે. લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરાર આધારિત છે જે બે થી ત્રણ વર્ષના સમયગાળા માટે છે. કેટલાક કિસ્સાઓમાં નિમણૂક કરાયેલ વ્યક્તિની કામગીરીના આધારે કરારનો સમયગાળો લંબાવવામાં આવે છે.                  


આ પણ વાંચોઃ


'UPSC ની જગ્યાએ RSS માંથી થઈ રહી છે ભરતી, છીનવાઈ રહ્યું છે આરક્ષણ', રાહુલ ગાંધીનો સરકાર પર આરોપ