નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે હવે એક મોટા નિર્ણય લીધો છે. કેન્દ્રના એવા કર્મચારીઓ અને અધિકારીઓની કામની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે, જે સરકારી સેવામાં 30 વર્ષથી વધુ સમય સુધી કામ કરી ચૂક્યા છે, કાર્મચારી મંત્રાલય અનુસાર આ એક સતત પ્રક્રિયા છે જેને ફરીથી અમલમાં લાવવાનુ કહેવામાં આવ્યુ છે.
કર્મચારી મંત્રાલયે 28 ઓગસ્ટે તમામ મંત્રાલયો અને વિભાગોને એક સર્ક્યૂલર જાહેર કર્યો છે. આ સર્ક્યૂલરમાં સરકારને તે નિયમનો હવાલો આપવામાં આવ્યો છે. જે લોકહિતમાં સરકાર કોઇ પણ કર્મચારીને સમય પહેલા રિટાયર કરી શકે છે. સર્ક્યૂલરમાં એવા કામની સમીક્ષા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જે સરકારી સેવામાં પોતાના 30 વર્ષ પુરા કરી ચૂક્યા છે. આ ઉપરાંત તે સરકારી કર્મચારીઓની સેવા રેકોર્ડની પણ સમીક્ષા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેની ઉંમર 55 વર્ષ કે તેનાથી વધુ થઇ ચૂકી છે.
સર્ક્યૂલરમાં કહેવામાં આવ્યુ છે કે આ સમીક્ષાની પાછળ સરકારનો હેતુ વહીવટી મશીનરીને ચુસ્ત અને વ્યવસ્થિત રાખવાનો છે, જેથી સરકારી કામકાજમા દક્ષતા અને ગતિ મળી શકે. આ ઉદેશ્યને પુરો કરવા માટે કોઇપણ કર્મચારીને રિટાયર કરવાનો અધિકાર સરકાર પાસે છે. સર્ક્યૂલરમાં સ્પષ્ટ કહેવાયુ છે કે કેન્દ્ર સરકારની મૂળ નિયમાવલી ( Fundamental Rules ) 56(J)(1 ) અને કેન્દ્રીય લોકસેવા પેન્શન નિયમાવલી ( CCS Pension Rule ) 1972ના નિયમ 48ના અંતર્ગત સરકારને સમય સમય પર એવા કર્મચારીઓને રિટાયર કરવાનો અધિકાર છે, જે યોગ્ય રીતે કામ નથી કરી રહ્યાં.
ઉલ્લેખનીય છે કે, સરકાર આ નિયમો અંતર્ગત અગાઉ 2014 થી 2020 સુધી કેટલાય કર્મચારીઓને અને અધિકારીઓને રિટાયર કરી ચૂકી છે.
મોદી સરકારે કયા કર્મચારીઓને બળજબરીથી રિટાયર કરાવવાનો નિર્ણય લીધો, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2020 09:36 AM (IST)
ઉલ્લેખનીય છે કે, સરકાર આ નિયમો અંતર્ગત અગાઉ 2014 થી 2020 સુધી કેટલાય કર્મચારીઓને અને અધિકારીઓને રિટાયર કરી ચૂકી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -