કોરોનાના કેસમાં ધીરે ધીરે ઘટાડો થઇ રહ્યો છે ત્યારે ગૃહમંત્રાલયે કોરોનાને લઇને એક નવી sop જાહેર કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કાર્યાલયોમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવાને નવી SOP  જાહેર કરી છે. નવી ગાઇડ લાઇન મુજબ જો કાર્યાલયોમાં સંક્રમણના માત્ર એક કે બે કેસ જ સામે આવે તો આવી સ્થિતિમાં બેન્ક કે કાર્યલયો કે ઓફિસને બંધ નહી કરાઇ પરંતુ સેનેટાઇઝ્ડ કરીને કામગીરી ચાલુ રહેશે.

કેન્દ્રિય ગૃહમંત્રાલયે કોરોના મુદ્દે જાહેર કરેલી નવી SOP મુજબ બેન્ક કે અન્ય કચેરીમાં જો 2થી 3 કેસ આવશે તો તેને બંધ નહીં કરી દેવાઇ પરંતુ સેનેટાઇઝર કરીને સાવધાનીના તમામ પગલા સાથે એકમો ચાલું રહેશે. તો સંખ્યાબંધ કેસ નોંધાશે તો આ સ્થિતિમાં તેને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

નવી SOP પ્રમાણે પ્રતિબંધિત ઝોનમાં રહેતા કર્મચારીઓએ કોરોનાની સ્થિતિ મુદ્દે પોતાના વરિષ્ઠ અધિકારીને વાકેફ કરવાના રહેશે. પ્રતિબંધિત ઝોનમાં રહેતી વ્યક્તિએ ઓફિસ ન જવાની પણ સલાહ અપાઇ છે. આવા કર્મચારીને  વર્ક ફ્રોમ હોમ કરવાની નવી SOPમાં સલાહ આપવામાં આવી હતી. નવી SOP  મુજબ જે કાર્યલય પ્રતિબંઘિત વિસ્તારમા હશે. તેને ખોલવાની મંજૂરી નહી મળે.