ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આઠ દિવસ પહેલા આવેલી આફતમાં 53 લોકોના મોત થયા છે. રવિવારે બચાવ અભિયાન દરમિયાન 15 મૃતદેહ મળી આવ્યાં હતા. જેમાં પાંચ મૃતદેહ તપોવન-વિષ્ણુગાડ સુરંગમાંથી મળ્યાં હતા. ઉપરાંત સાત શબ રૈણી ગામ અને 1 રૂદ્ર પ્રયાગથી મળી આવ્યું હતું.


સુરંગમાં જિંદગીની શોધ યથાવત

છેલ્લા એક અઠવાડિયાથી તપોવન-વૃષ્ણગાડ સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું અભિયાન ચાલી રહ્યું છે. સેના, એનડીઆરએફ,આઇટીબીનું સંયુક્ત બચાવ અભિયાન યુદ્ધસ્તર ચાલી રહ્યું છે. હજું 154 લોકો ગૂમ છે. જેની શોધ ચાલું છે.

જળસ્તર વધવાના કારણે સુરંગ મલબાથી ભરાઇ ગઇ છે. અત્યાર સુધીમાં સુરંગમાંથી 150મીટર સુધી કીચડ કાદવ કાઢી લેવાયું છે. આ વિસ્તારમાં ડ્રીલીગ પણ શરૂ કરી દેવાઇ છે. એનટીપીસએ કહ્યું કે, 10થી 12 કલાકમાં સુરંગની અંદરની યથાસ્થિતિ જાણી શકાશે.


નોંધનિય છે કે, ચમોલી જિલ્લાના ઋષિગંગા ઘાટીમાં સાત ફેબ્રુઆરીએ ગ્લેશિયર પૂર આવ્યું હતું. જેના કારણે 154 લોકો લાપતા છે. ગ્લેશિયર તૂટતાં 13.2 મેગાવોટ ઋષિગંગા જળ વિદ્યુત પરિયોજના સંપૂર્ણ રીતે ખતમ થઇ ગઇ છે. તો તપોવન વિષ્ણુગાડને ભારે ક્ષતિ પહોંચી છે.