નવી દિલ્હીઃ હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ દિલ્હી પોલીસના અધિકારીઓનુ પૉસ્ટિંગ થઇ શકશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ માટે આજે આદેશ જાહેર કરી દીધો છે. સંયુક્ત કેડરના આદેશ અનુસાર, જમ્મુ-કાશ્મીરના આઇપીએસ અધિકારીઓની પણ રાજધાની દિલ્હીમાં તૈનાતી થઇ શકે છે. વળી, આદેશ અનુસાર, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં યુપી કેડરના અધિકારીઓનુ પૉસ્ટિંગને હાઇ પૉસ્ટિંગ માનવામાં આવશે. 


જમ્મુ-કાશ્મીર પોલીસ બનશે હાઇટેક-
હવે જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોને આતંકવાદ વિરોધી અભિયાનોને અંજામ આપવા માટે જલદી જ અમેરિકન સિગ સૉયર અસૉલ્ટ રાયફલ અને પિસ્તોલ આપવામાં આવશે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. સેનાએ પાકિસ્તાન સાથેની એલઓસી અને ચીન સાથેની એલએસીની રખેવાળી કરવા માટે પોતાના જવાનોને પહેલાથી જ કેટલીય અત્યાધુનિક રાયફલો આપી છે. 


આધુનિક હથિયાર મેળવનારી જમ્મુ-કાશ્મીર પહેલી પોલીસ-
અધિકારીએ બતાવ્યુ કે, દળો 500 સિગ સૉયર 716 રાયફલ અને 100 સિગ સૉયર એમપીએક્સ 9એમએણ પિસ્તોલ ખરીદશે. જમ્મુ-કાશ્મીર પોલીસ જેવી આધુનિક હથિયાર મેળવનારી, કદાય દેશની પહેલી પોલીસ હશે. સુરક્ષા પ્રાપ્ત લોકો માટે તૈનાત સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (એસઓજી) અને કર્મીઓને આ હથિયારોથી સજ્જ કરવામાં આવશે. અધિકારીયો અનુસાર, જમ્મુ-કાશ્મીર પોલીસે તાજેતરમાં જ સરકારી ખરીદી પોર્ટલ જીઇએમ (ગવર્નન્સ ઇ-માર્કેટ) પર, હથિયારોની ખરીદી માટે વૈશ્વિક બોલીઓ આમંત્રિત કરી હતી. 
---
---


આ પણ વાંચો.........


વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે


ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે


GAIL India Recruitment : પરીક્ષા વિના અધિકારી બનવાની શાનદાર તક, આજે અરજી કરવાની છેલ્લી તારીખ, મળશે 2.4 લાખ પ્રતિ માસનો પગાર


IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.


ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા


Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો