નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને જરૂરી તમામ સાવધાનીઓ રાખવા કહ્યું છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને સલાહ આપી છે કે તેઓ સતર્ક રહે અને સકારાત્મક રીતે મોનિટરિંગ કરે. તે સિવાય જિલ્લામાં નવા કેસ અને ડબલિંગ રેટ પર પણ નજર રાખવામાં આવે.
કેન્દ્ર સરકારે એવા રાજ્યો કે જ્યાં ભવિષ્યમાં ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોને ખાસ નિર્દેશ આપ્યા છે. ઓમિક્રોનના ખતરાને જોતા કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું કે તે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામમાં ઝડપ લાવે. ખાસ કરીને એવા જિલ્લામાં જ્યાં ઓછું વેક્સિનેશન થયું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું કે તહેવારની સીઝનને જોતા લોકોને એકઠા થવા પર પ્રતિબંધો લગાવવા પર વિચાર કરવામાં આવે.
કન્ટેઇનમેન્ટને લઇને રાજ્યોને નાઇટ કર્ફ્યૂ લગાવવા, મોટી સભાઓ પર પ્રતિબંધો, કન્ટેઇનમેન્ટ ઝોન નોટિફાઇ કરવા અને નવા કોવિડ-19 કલસ્ટરમાં બફર ઝોનને લઇને નિર્દેશ આપ્યા છે.
વેક્સિનેશનને લઇને કેન્દ્ર સરકારે રાજ્યોને 100 ટકા કવરેજ કરવા કહ્યું છે. જે લોકો પ્રથમ અને બીજો ડોઝ લગાવવાને યોગ્ય છે તેને વધારવાની જરૂર છે. ડોર ટુ ડોર વેક્સીનેશનલ મજબૂત કરવામાં આવે. તે સિવાય એવા સ્થળો જ્યાં વેક્સીનેશન કવરેજ નેશનલ એવરેજથી ઓછું હોય ત્યાં વધારવાની જરૂર છે.
કયા દેશમાં હવે દરેકને એક ગ્લાસ વધારે દૂધ પીવુ પડશે, કેમ ખુદ વડાપ્રધાને આપ્યો આવો આદેશ, જાણો વિગતે
Omicron Variant: દેશનાં આ રાજ્યમાં 'ઓમિક્રોન વિસ્ફોટ', એક જ દિવસમાં 33 નવા કેસ મળતા ખળભળાટ
કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ શું કરી મોટી જાહેરાત?
India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, જાણો ઓમિક્રોનના કેસ કેટલા થયા ?