PM Modi Address Nation Live: 18થી વધુ ઉંમરના લોકોને કેન્દ્ર સરકાર મફતમાં આપશે કોરોનાની વેક્સિન, 80 કરોડ લોકો માટે બીજી શું કરાઇ મોટી જાહેરાત?

દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે પીએમ મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોરોના વાયરસની બીજી લહેર સામે લડાઈ યથાવત છે. 

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 07 Jun 2021 05:42 PM

બ્રેકગ્રાઉન્ડ

દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે પીએમ મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોરોના વાયરસની બીજી લહેર સામે લડાઈ યથાવત છે. ...More

પીએમ મોદીએ કહ્યું - જે લોકો પણ વેક્સીનને લઈ આશંકાઓ પેદા કરી રહ્યા છે, ભાઈ-બહેનોના જીવન સાથે રમત રમી  રહ્યા છે

 


પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે સરકારે નિર્ણય કર્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્ન યોજનાને હવે દિવાળી સુધી લંબાવવામાં આવશે. મહામારીના આ સમયમાં સરકાર ગરીબની દરેક જરુરીયાત સાથે,તેમના સાથી બની ઉભી છે. એટલે કે નવેમ્બર સુધી 80 કરોડથી વધુ લોકોને દર મહીને મફત અનાજ મળશે. તેમણે કહ્યું જે લોકો વેક્સીનને લઈ આશંકા પેદા કરી રહ્યા છે, અફવા ફેલાવી રહ્યા છે, તે ભાઈ-બહેનોના જીવન સાથે રમત રમી રહ્યા છે.   અફવાઓથી સતર્ક રહેવાની જરુર છે.